ગુજરાતમાં પોલીસ પેટ્રોલિંગ પર ઉભા થયા સવાલો! આ રીતે 1.20 કરોડના સોનાના દાગીનાની ચોરી
સુરત શહેરના ઉમરા વિસ્તાર ખાતે આવેલા ટર્નિંગ પોઈન્ટ નજીક ઓરનામેન્ટલ જ્વેલર્સ નામની દુકાન આવેલી છે આ દુકાનને રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવી હતી.
Trending Photos
ચેતન પટેલ/સુરત: શહેરના પોસ્ટ વિસ્તારમાં કરોડો રૂપિયાની ચોરી થતા પોલીસ પેટ્રોલિંગ ઉપર અનેક સવાલો ઊભા થયા છે. સુરતના ઘોડદોડ દોડ વિસ્તારમાં આવેલી ઓર્નામેન્ટ જવેલર્સની દુકાને તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવી હતી. તસ્કરો એક ઇકો કારમાં રાત્રિ દરમિયાન આવે છે અને આ જ્વેલર્સની દુકાનો શટરનું તાળું તોડી તેમાંથી 1.20 કરોડના સોનાના દાગીનાની ચોરી કરી ત્યારથી ભાગી છૂટે છે આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી પોલીસે સીસીટીવી ની મદદથી આરોપી સુધી પહોંચવાની છે.
સુરત શહેરના ઉમરા વિસ્તાર ખાતે આવેલા ટર્નિંગ પોઈન્ટ નજીક ઓરનામેન્ટલ જ્વેલર્સ નામની દુકાન આવેલી છે આ દુકાનને રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવી હતી તસ્કરો એક ઇકોકારમાં આવ્યા હતા અને ચાર જેટલા તસ્કરો દ્વારા જ્વેલર્સની દુકાનનું જે શટર છે તે તિક્ષન સાધન વડે તોડી નાખવામાં આવ્યું હતું અને બાદમાં દુકાનની અંદર પ્રવેશ્યા હતા જ્યાંથી તસ્કરો દ્વારા રૂપિયા 1.20 કરોડના સોના અને ચાંદીના ઘરેણા ની ચોરી કરી ત્યાંથી ભાગી છુટ્યા હતા.
બીજે દિવસે સવારે જ્યારે દુકાનદાર પોતે દુકાન પર પહોંચ્યો ત્યારે શટર ના તાળા તૂટેલા જોતા તેને પોલીસને કોલ કર્યો હતો ચોરી થયા અંગેની જાણ થતા જ ઉમરા પોલીસ ,ક્રાઈમ બ્રાન્ચ તથા ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ તપાસ દરમિયાન દુકાનદારે થોડા સમય પહેલા સસ્તા ભાવે સોનું ખરીદ્યું હતું . તસ્કરો દ્વારા રૂપિયા 1.20 કરોડની કિંમતના સોના તથા ચાંદીના દાગીના ની ચોરી કરી ત્યાંથી ભાગી છુટ્યા હતા. પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે દુકાનની અંદર કોઈપણ પ્રકારની તિજોરી અથવા તો સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા ન હતા.
પોલીસે અન્ય દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી ત્યારે તસ્કરો મોડી રાત્રે એક ઇકો કારમાં આવ્યા હતા અને ચાર જેટલા તસ્કરો દ્વારા આ ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. હાલ તો આ ચોરીમાં કોઈ જાણ ભેદુનો જ હાથ હોવાની પોલીસને આશંકા છે પોલીસે દુકાનમાં કામ કરી રહેલા કર્મચારીઓ અને આસપાસની દુકાનદારોને પણ પૂછપરછ હાથ ધરી છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ આરોપી સુધી ક્યારે અને કેટલા સમય સુધીમાં પહોંચે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે