અમદાવાદમાં વૃદ્ધ મહિલાની હત્યા વિથ લૂંટનો ભેદ ઉકેલાયો! બંને કાન કાપીને શરીર પરના બધા દાગીના પડાવી લીધા

માંડલનાં રખીયાણા ગામના 75 વર્ષના નર્મદાબેન પટેલ ઘરે એકલા હતા ત્યારે પહેલા ગળુ દબાવી અને કાન કાપેલ હાલત માં હત્યા કરેલી મૃતદેહ મળી આવ્યો..મહિલા એ પહેરેલી સોનાની બુટ્ટી,સોનાની બગડી અને ચેઇન આરોપીએ લૂંટી લીધી હતી.

અમદાવાદમાં વૃદ્ધ મહિલાની હત્યા વિથ લૂંટનો ભેદ ઉકેલાયો! બંને કાન કાપીને શરીર પરના બધા દાગીના પડાવી લીધા

ઉદય રંજન/અમદાવાદ: માંડલમાં વૃદ્ધ મહિલાની હત્યા વિથ લૂંટ કેસનો ભેદ ઉકેલાયો છે. આરોપીએ નશાના ખર્ચા માટે વૃદ્ધ મહિલાની હત્યા કરી હોવાનું કબુલ્યું છે. માંડલ પોલીસે લૂંટનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી કરી ધરપકડ વધુ તપાસ શરુ કરી છે. 

પોલીસ કસ્ટડી માં જોવા મળતો આરોપી રમેશ ઠાકોરની હત્યા વિથ લૂંટ કેસમાં માંડલ પોલીસે ધરપકડ કરી છે. માંડલનાં રખીયાણા ગામના 75 વર્ષના નર્મદાબેન પટેલ ઘરે એકલા હતા ત્યારે પહેલા ગળુ દબાવી અને કાન કાપેલ હાલત માં હત્યા કરેલી મૃતદેહ મળી આવ્યો..મહિલા એ પહેરેલી સોનાની બુટ્ટી,સોનાની બગડી અને ચેઇન આરોપીએ લૂંટી લીધી હતી. ઘટનાની જાણ થતાં માંડલ પોલીસ અને ડોગ સ્કોડ ની ટીમ ધટના સ્થળે પહોંચી હતી. 

આ લૂંટ અને હત્યા કેસમાં પેની નામના ટ્રેકર ડોગ એ ઘટના સ્થળે સર્ચ કર્યું હતું એ સમયે જુદી જુદી સાઈડ પર ડોગ દ્વારા ટ્રેક કરતા માંડલ પોલીસે શંકાસ્પદ લોકોની અટકાયત કરીને પૂછપરછ કરતા રમેશ ઠાકોરનો ભાંડો ફૂટ્યો હતો. આરોપી રમેશ ઠાકોર એ નશો કરવા માટે લૂંટનું ષડયંત્ર રચ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. જેથી પોલીસ ધરપકડ કરી ને લૂંટ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પકડાયેલ આરોપી રમેશ ઠાકોર માંડલના રખિયાણા ગામનો જ રહેવાસી છે અને કડિયા કામ કરે છે. થોડા સમય પહેલા આરોપીએ મૃતક વૃદ્ધ મહિલાના ઘરે કડિયા કામ કર્યું હતું. આરોપીને જુગાર રમવાની અને દારૂ પીવાની અને ચોરી કરવા ની ટેવ વાળો છે જેથી નશો કરવા પૈસાની જરૂર હોવાથી તેણે લૂંટ નું કાવતરું રચ્યું હતું. મૃતક નર્મદા બેન અમદાવાદ થી પોતાના વતન આવ્યા હતા. 

આ મહિલા એકલા હોવાનું આરોપી જાણતો હોવાથી તેના ઘરમાં ચોરી અને લૂંટ નું ષડયંત્ર રચ્યું હતું. જે માટે મકાનના ધાબા પર થી ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દરવાજો બંધ હોવાથી તેણે મુખ્ય દરવાજા થી પ્રવેશ કર્યો હતો. મૃતક નર્મદા બેન જાણતા હોવાથી તેણે ઘરમાં બોલાવ્યો હતો અને વૃદ્ધ મહિલા રસોડા માં પાણી લેવા જતા આરોપીએ તેમની પર હુમલો કરી ગણું દબાવીને હત્યા કરી હતી. તીક્ષ્ણ હથિયાર વડે વૃદ્ધાનો કાન કાપી સોનાની બુટ્ટી , બંગડી અને ચેઇન ની લૂંટ કરી હતી. 

સોનાના દાગીનાની લૂંટ કરીને ઘરે ધાબા માં છુપાવી દીધો હતો બાદ માં પોલીસ ઘર માં સર્ચ કરતા તમામ મુદ્દામાલ મળી આવ્યો હતો. આ અગાઉ પણ આરોપીને આ ગામમાં નાની નાની ચોરી કરી હતી, પણ કોઈ પોલીસ ફરિયાદ ન નોંધાવતા અને સમાધાન થઇ થઇ જતા પોલીસ ચોપડે નામ નથી નોંધાયું, ત્યારે પોલીસે હત્યા વિથ લૂંટ કેસમાં આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news