Amreli: બાબરામાં બે બાળકો Limb Girdle Muscular Dystrophy નામની બીમારીથી પીડિત, પરિવારે સરકાર પાસે માંગી મદદ


બાબરા શહેરમાં રહેતા ઋષભ ટાંક અને બીજો આઠ વર્ષનો હેપી ડાબસરા આ બંને બાળકો  Limb Girdle Muscular Dystrophy બીમારીનો શિકાર બન્યા છે. આ બંને બાળકો અલગ અલગ પરિવારના છે પરંતુ આ બંને બાળકોની બીમારી એક જ છે. 

Amreli: બાબરામાં બે બાળકો Limb Girdle Muscular Dystrophy નામની બીમારીથી પીડિત, પરિવારે સરકાર પાસે માંગી મદદ

કેતન બગડા, અમરેલીઃ અમરેલી જિલ્લાના બાબરામાં બે બાળકો  Limb Girdle Muscular Dystrophy નામની અસાધ્ય બીમારીથી પીડાય રહ્યાં છે. આ રોગમાં બાળકોનો કમરથી નીચેનો ભાગ કામ કરવાનું બંધ કરવા લાગે છે. બંને બાળકોના માતા-પિતાએ સરકાર પાસે મદદની માંગ કરી છે. આ બીમારી બાળકોમાં છ વર્ષની ઉંમર બાદ દેખાવા લાગે છે. આ બીમારીથી ગ્રસ્ત બાળકોના શરીરના અંગો ધીમે-ધીમે કામ કરવાનું બંધ કરી દેતા હોય છે. તેનો કોઈ ચોક્કસ ઇલાજ પણ નથી. હાલ બાબરાના આ બંને બાળકોની તબીયત દિવસે દિવસે ખરાબ થઈ રહી છે. 

બાબરાના બે બાળકો LGMD નો શિકાર
બાબરા શહેરમાં રહેતા ઋષભ ટાંક અને બીજો આઠ વર્ષનો હેપી ડાબસરા આ બંને બાળકો  Limb Girdle Muscular Dystrophy બીમારીનો શિકાર બન્યા છે. આ બંને બાળકો અલગ અલગ પરિવારના છે પરંતુ આ બંને બાળકોની બીમારી એક જ છે. વૃષભ ટાંકની વાત કરીએ તો આ બાળકને અચાનક જ પગમાં તકલીફ શરૂ થઇ ગઇ હતી અને આ તકલીફ દિવસેને દિવસે વધવા લાગી હતી. ચાલવામાં પણ આ બાળકને મુશ્કેલી પડતી હતી. ઋુષભ કોઈ જગ્યાએ બેસી જાય તો ત્યાંથી ઉભો થઇ શકતો નહોતો. આ બંને બાળકોના ના માતા-પિતાએ અનેક ડોક્ટરોને બતાવ્યું પરંતુ કોઈ દવા લાગુ ન પડી. બીજા બાળકની વાત કરીએ તો હેપ્પી ડાબસરા બગસરાના પીઠડીયા ગામનો વતની છે. હેપ્પીને બીમારી લાગુ પડતા તે પોતાના મામાના ઘરે બાબરામાં રહે છે. 

છ વર્ષનો હેપ્પી પહેલા સામાન્ય જીવન જીવી રહ્યો હતો. પરંતુ છેલ્લા એક વર્ષમાં તેને આ બીમારી થઈ છે. છેલ્લા એક વર્ષથી તેની કમરની નીચેનો ભાગ ધીમે ધીમે કામ કરતો બંધ થવા લાગ્યો છે. આ બીમારીમાં બાળક છ-સાત વર્ષની ઉંમરમાં જ વ્હીલ ચેર પર આવી જાય છે અને ચાલવા પણ સક્ષમ નથી થવાતું. વાત કરીએ તો spinal muscular atrophy નામની બીમારીના 3 કેસ હાલમાં ગુજરાતમાં સામે આવ્યા છે. જેમાં બાળકની 16 રૂપિયાની ઇન્જેક્શન બાદ સારવાર થઇ છે. જ્યારે બીજા એક બાળક વિવાન વાઢેરનું  નિધન થયું હતું. તો ભરૂચના પાર્થ પરમાર નામના બાળકને આ બીમારી હોવાના સમાચાર પણ હાલમાં સામે આવ્યા છે. આમ બાળકોમાં દિવસેને દિવસે આવા ગંભીર રોગના લક્ષણો જોવા મળી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news