અમરેલીઃ દિવાળીના દિવસે જ આર્થિક સંકડામણને કારણે ખેડૂતે દવા પી કર્યો આપઘાત

રાજ્યમાં વરસાદ ઓછો થવાને કારણે ખેડૂતો પરેશાન છે. ત્યારે રાજ્યમાં પાક નિષ્ફળ જવાના ભયથી ખેડૂતો આપઘાત કરી રહ્યાં છે. 

 અમરેલીઃ દિવાળીના દિવસે જ આર્થિક સંકડામણને કારણે ખેડૂતે દવા પી કર્યો આપઘાત

અમરેલીઃ રાજ્યમાં એક તરફ વરસાદ ઓછો પડ્યો છે, ત્યારે પાક નિષ્ફળ જવાના ડરથી ખેડૂતો આપઘાત કરી રહ્યાં છે. તો આજે દિવાળીના પાવન પર્વના દિવસે જ બાબરાના ખાખરીયામાં આર્થિક સંકડામણને કારણે એક ખેડૂતો ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. બાબરા પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત વિગત મુજબ ખાખરીયામાં રહેતા 55 વર્ષના ધીરૂભાઈ ગોવિંદભાઈએ આર્થિક સંકડામણને કારણે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. આર્થિક તંગીને કારણે ખેડૂતો પોતાના ખેતરમાં આજે સવારે ઝેરી દવા પીને મોતને વ્હાલું કરી લીધું હતું. 

પોલીસે આપઘાત કરનાર ખેડૂતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાબરા હોસ્પિટલ ખસેડ્યો હતો. તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના માંડવા ગામે પણ એક ખેડૂતો ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂતો આપઘાત કર્યો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news