કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે, વિધાનસભા પેટાચૂંટણીઓમાં BJPને મળ્યો છે મોટો આંચકો 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ 25 અને 26 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં હશે અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ ઉપરાંત પરિવાર સાથે દીવાળીનો સમય પસાર કરશે. તેઓ પોતાના મત વિસ્તારમાં વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ કાર્યક્રમમાં ભાગ લેશે. 
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે, વિધાનસભા પેટાચૂંટણીઓમાં BJPને મળ્યો છે મોટો આંચકો 

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ 25 અને 26 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં હશે અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ ઉપરાંત પરિવાર સાથે દીવાળીનો સમય પસાર કરશે. તેઓ પોતાના મત વિસ્તારમાં વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ કાર્યક્રમમાં ભાગ લેશે. 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે સવારે 9:45થી 10:00 વાગ્યા સુધીમાં ગાંધીનગર કોર્પોરેશન કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનું તેઓ લોકાર્પણ કરવાના હતાં પરંતુ છેલ્લી ઘડીએ તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. જે મુજબ હવે તેઓ મહાનગરપાલિકાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટ્રલ નું ઉદ્ઘાટન અમિત શાહ મહાનગરપાલિકાની કચેરી જઈને નહીં કરે પરંતુ મહાત્મા મંદિર માં યોજાયેલ આ કાર્યક્રમો દરમિયાન જ રિમોટ કન્ટ્રોલથી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત કમાલ એન્ડ કંટ્રોલ નું લોકાર્પણ કરશે. આ અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહાનગરપાલિકાની કચેરીએ જઈને કમાન એન્ડ કંટ્રોલ સેન્ટર નું ઉદ્ઘાટન કરવાના હતા.

વધુ વિગતો માટે જુઓ VIDEO

અમિત શાહ તારીખ 25મીના રોજ 10:00 વાગ્યાથી 11.30 વાગ્યા સુધીમાં મહાત્મા મંદિરના કાર્યકમમાં હાજરી આપશે. ત્યારબાદ બપોરે 12.00 વાગ્યે કલોલ પહોંચશે જ્યાં કલોલ ઓવર બ્રિજનું લોકર્પણ કરશે અને ત્યારબાદ એપીએમસીના નવા ભવનનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત કલોલ ખાતે દિવ્યાંગોને કીટ પણ વિતરણ કરશે. અમિત શાહ કલોલનો કાર્યકમ પૂર્ણ કર્યા બાદ અમદાવાદ તેમના નિવાસસ્થાને જવા રવાના થશે.

 અમદાવાદમાં નવા ફ્લાયઓવરનું ઉદ્દઘાટન અને જનસભા કરશે. અત્રે જણાવવાનું કે 24મી ઓક્ટોબરે મહારાષ્ટ્ર,હરિયાણા અને ગુજરાતની પેટા ચૂંટણીઓ બાદની શાહની આ મુલાકાત મહત્વની બની રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news