Amit Shah એ પ્રજા માટે ખુલ્લો મુક્યો વૈષ્ણવદેવી ફ્લાયઓવર, ટ્રાફિકની સમસ્યા થશે હળવી
નવનિર્મિત 6 લેન બ્રિજ જે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ટ્રાફિકની સમસ્યાને હળવી કરશે. 17 કરોડના ખર્ચે આ ફલાય ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.
Trending Photos
અર્પણ કાયદાવાલ, બ્રિજેશ દોશી, અમદાવાદ: કેંન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રવિવારે મોડી રાત્રે પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસ માટે અમદાવાદ પહોંચ્યા હતા. આજે સવારે તે બોડકદેવ વેક્સીનેશન કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા હતા. રસીકરણ પર જવાનો હેતું લોકોને ગુજરાત સરકારના મોટા રસીકરણ અભિયાનનો ભાગ બનવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. રાજ્ય સરકાર આ અભિયાન સોમવારથી શરૂ કરી રહી છે.
આજે સવારે કેન્દ્રીય મંત્રી બોડકદેવના રસીકરણ કેંદ્રની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે આજથી દેશભરમાં પીએમ મોદીના નેતૃત્વમાં કોરોનાની સામેની લડાઇમાં નવો પડાવ શરૂ થયો છે. 21 જૂનથી સમગ્ર દેશમાં 18 વર્ષથી વધુ વયના તમામ ને કેન્દ્ર સરકાર મફત રસી આપશે. કોરોનાની રસીનો વ્યાપ વધારાશે. આ ઉપરાંત તેમણે તમામ નાગરિકોને રસી લેવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એક ડોઝ લીધો હોય તેવા નાગરિકો બીજો ડોઝ પણ લઇ લે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રવિવારે નોટિફિકેશનમાં કહ્યું હતું કે મોટા રસીકરણના અભિયાન હેઠળ તેમની યોજના દરરોજ એક લાખ લોકોને રસી લગાવવાની છે. બોડકદેવ રસીકરણ કેંદ્ર બાદ તેઓ કોલવાડમાં એક સ્લૂમાં અને રૂપાલમાં સ્વાસ્થ્ય કેંદ્રની મુલાકાત લેશે.
World Yoga Day: એક સમયે સાપ વીંછી જોડે રમવા ટેવાયેલા આ બાળકો આજે ભણે છે યોગના પાઠ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં આજે અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર અંદાજે ₹.80 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા ત્રણ ઓવર બ્રિજ 1. વૈષ્ણોદેવી ફ્લાયઓવર બ્રિજ, 2. ખોડીયાર કન્ટેનર યાર્ડ ફ્લાયઓવર બ્રિજ અને 3.છત્રાલ- પાનસર રોડ ખાતે રેલવે ઓવર બ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર કિરીટ સોલંકી, સાંસદ નરહરી અમીન, સહિત ધારાસભ્યઓ, SGVPના સંતો સહિત હોદ્દેદારો, મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે