ક્ષત્રિય આંદોલન વચ્ચે કોંગ્રેસને અહીં ચમત્કારની આશા: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત ટક્કર

Loksabha Election 2024: રાજયની ૨૬ લોકસભા બેઠક પૈકી એકમાત્ર આણંદ બેઠક પર પાટીદાર વર્સીસ ક્ષત્રિય ઉમેદવાર વચ્ચે સીધો જંગ છે. આણંદ લોકસભા બેઠક પર ક્ષત્રિય અને પાટીદાર ઉમેદવાર વચ્ચે ૧૧ વખત સીધી ટક્કર થઇ છે, જેમાં છ વખત ક્ષત્રિય અને ચાર વખત પાટીદાર તેમજ એક વખત સ્વતંત્ર પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે. આ વખતે ક્ષત્રિય આંદોલન વચ્ચે સમીકરણો બદલાયા છે. અમિત ચાવડા આ વિવાદનો લાભ લઈ આ બેઠક જીતવા માટે કમરકસી રહ્યાં છે.

ક્ષત્રિય આંદોલન વચ્ચે કોંગ્રેસને અહીં ચમત્કારની આશા: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત ટક્કર

Loksabha Election 2024: ગુજરાતમાં હવે મતદાનને ગણતરીના દિવસો જ બાકી છે. પીએમ મોદી રૂપાલા વિવાદ વચ્ચે જાહેર સભાઓ કરી રહ્યાં છે. રાજયની ૨૬ લોકસભા બેઠક પૈકી એકમાત્ર આણંદ બેઠક પર પાટીદાર વર્સીસ ક્ષત્રિય ઉમેદવાર વચ્ચે સીધો જંગ છે. આણંદ લોકસભા બેઠક પર ક્ષત્રિય અને પાટીદાર ઉમેદવાર વચ્ચે ૧૧ વખત સીધી ટક્કર થઇ છે, જેમાં છ વખત ક્ષત્રિય અને ચાર વખત પાટીદાર તેમજ એક વખત સ્વતંત્ર પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે. આ વખતે ક્ષત્રિય આંદોલન વચ્ચે સમીકરણો બદલાયા છે. અમિત ચાવડા આ વિવાદનો લાભ લઈ આ બેઠક જીતવા માટે કમરકસી રહ્યાં છે. અમિત ચાવડા આણંદ બેઠક પર કોંગ્રેસના મજબૂત ઉમેદવાર ગણાય છે. આણંદ લોકસભા બેઠક પર વર્ષ ૧૯૫૭થી લઇને વર્ષ ૨૦૧૯ સુધીમાં ૧૬ વખત થયેલી ચૂંટણીમાં ૧૦ વખત કોંગ્રેસનો વિજય થયો છે.

આણંદ લોકસભા બેઠક પર લગભગ ૬૦ ટકા ક્ષત્રિય મતદારો
ગુજરાતમાં 26માંથી 26 લોકસભા બેઠકો જીતવા માટે ભાજપે જબરદસ્ત કમરકસી છે. એક સમયે ઉમેદવારાના ફાંફા હતા પણ કોંગ્રેસે ગુજરાતમાં કમબેક કર્યું છે. કોંગ્રેસ ભલે 10 સીટો જીતવાના દાવાઓ કરતી પણ ભાજપને ટેન્શન આવ્યું છે એ ફાયનલ છે. આજે આણંદમાં મોદીની સભામાં ઉમટેલી ભીડ છતાં રાજકોટથી શરૂ થયેલા ક્ષત્રિયો આંદોલનની અસર રાજકોટ બેઠક પર થાય કે નહીં, પરંતુ આણંદ બેઠક પર અસર થાય તો નવાઇ નહીં.અત્યાર સુધી આણંદ લોકસભા બેઠક વિસ્તારમાં જે ક્ષત્રિયો વચ્ચે ફાટફૂટ હતી તેઓ આ ચૂંટણીમાં એકજૂથ થયા છે. જો ક્ષત્રિય આંદોલનની અસર થઈ તો આ બેઠક પર ભાજપને સીધી અસર થશે. આણંદ લોકસભા બેઠક પર લગભગ ૬૦ ટકા ક્ષત્રિય મતદારો છે. આમ છતાં ભાજપને આશા છે કે નરેન્દ્ર મોદીના બુલડોઝર વચ્ચે ભાજપ અહી વન વે જીતશે અને સાંસદ મિતેષ પટેલ ફર રીપિટ થશે. 

કોંગ્રેસને અહીં ચમત્કારની આશા...
ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ ધરાવતી આણંદ લોકસભા બેઠક પર ભાજપે વર્તમાન સાંસદ મિતેષ પટેલને રિપીટ કર્યા છે તો કોંગ્રેસ દ્વારા આંકલાવના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. આ બેઠક પર ભરતસિંહ સોલંકી ચૂંટણી લડતા હતા પણ આ લોકસભાની ચૂંટણીમાં એમને નનૈયો ભણતાં કોંગ્રેસે અહીંથી આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને ઉતાર્યા છે. મિતેશ પટેલ સામે આંતરિક વિખવાદો છતાં કોંગ્રેસને અહીં ચમત્કાર થવાની આશા છે. વર્ષો સુધી કોંગ્રેસનો ગઢ રહેલી આ બેઠક પર હવે ભાજપનો દબદબો વધતો જાય છે.  

ભાજપનો 5 લાખની લીડથી જીતનો દાવો
કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાના દાદા સ્વ.ઇશ્વરભાઇ ચાવડા પાંચ વખત અને ફોઇના દીકરા ભરતસિંહ સોલંકી બે વખત ચૂંટાઇ આવ્યા છે.  બે ચૂંટણીથી કોંગ્રેસનું પ્રભુત્વ ધરાવતી આણંદની બેઠક પર ભાજપનો ભગવો લહેરાઇ રહ્યો છે. આણંદ બેઠક પરથી રીપિટ કરાયેલા વર્તમાન સાંસદ મિતેષ પટેલ ઉર્ફે બકાભાઇ ૫ લાખથી વધુની લીડથી જીતવાનો દાવો કરી રહ્યાં છે. બીજી તરફ પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અમિત ચાવડા પણ સતત દોડાદોડી કરી રહ્યાં છે. વર્તમાન સાંસદ મિતેષ પટેલ સામે સૌથી મોટો પડકાર ભાજપમાં જ અંદરખાને રહેલી નારાજગી છે. 

લોકસભા સાથે ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી
આણંદ લોકસભા બેઠક પર થયેલી છેલ્લી ચાર ચૂંટણીમાં બે વખત ધારાસભ્ય ચૂંટાઇ આવ્યા છે.  આણંદ લોકસભા બેઠક હેઠળ વિધાનસભાની સાત બેઠક આણંદ, ઉમરેઠ, બોરસદ, આંકલાવ, પેટલાદ, સોજિત્રા અને ખંભાત આવે છે. વર્ષ ૨૦૨૨માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં સાત પૈકી પાંચ બેઠક ભાજપે જીતી હતી, જ્યારે આંકલાવ બેઠક પર કોંગ્રેસના અમિત ચાવડા અને ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલ ચૂંટાઇ આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામું આપી ભાજપમાં જોડાઇ ગયા છે. હાલમાં લોકસભાની ચૂંટણી સાથે ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી થઇ રહી છે જેમાં ભાજપ દ્વારા ચિરાગ પટેલને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે. આણંદમાં લોકસભા બેઠક સાથે ખંભાતની પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે. ભાજપ અહીં ચિરાગ પટેલને રાજીનામું અપાવીને ફરી ચૂંટણી લડાવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news