AMCનો વિવાદાસ્પદ નિર્ણય! હવે નડતરરૂપ બસ સ્ટેન્ડ હટાવવા આપવા પડશે 1 લાખ રૂપિયા

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નાનાં બસ સ્ટેન્ડો બનાવવામાં આવેલાં છે. AMTS દ્વારા બનાવવામાં આવેલાં વર્ષો જૂનાં બસ સ્ટેન્ડો હવે અનેક કોમ્પ્લેક્સ અને દુકાનોની પાસે હોવાથી નડતરરૂપ થતાં હોય છે. 

AMCનો વિવાદાસ્પદ નિર્ણય! હવે નડતરરૂપ બસ સ્ટેન્ડ હટાવવા આપવા પડશે 1 લાખ રૂપિયા

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: કોઇવાર બેફીકરાઇ પૂર્વક બસ હંકારી અકસ્માત, તો કોઇવાર નશો કરેલી હાલતમાાં ડ્રાઇવરો દ્વારા બસ ચલાવવી. વિવિઘ મુદ્દાઓને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ સમયાંતરે વિવાદમાં આવતી રહે છે. ત્યારે આ વખરે વધુ એક વિવાદ સર્જાયો છે. જેમાં નડરતરરૂપ લાગતુ હોય એવું એએમટીએસનુ કોઇ સ્ટેન્ડ ખસાવવા અરજી કરનાર શખ્સને એક લાખ રૂપિયા ભરવા પડે એવો નિર્ણય કરાયો છે. 

આ નિર્ણય વિરુદ્ધ શાસકોએ મૌન સેવી લીધુ
સ્થાપનાના 76માં વર્ષમાં પ્રવેશેલી એ.એમ.ટી.એસ.ના શાસકોએ અમદાવાદના કોઈ પણ વિસ્તારમાં નડતરરુપ એ.એમ.ટી.એસ.નું બસસ્ટેન્ડ ખસેડવા માંગનારે સંસ્થાને એક લાખ રુપિયા ચુકવવા પડશે એવો વિવાદાસ્પદ નિતી વિષયક નિર્ણય લીધો છે.એ.એમ.ટી.એસ.ની બેઠકમાં નિર્ણય લેવાયા બાદ શાસકોએ મૌન સેવી લીધુ હતુ. લોકોમાં આ પ્રકારે લેવાયેલ નિર્ણય ચર્ચાનુ કેન્દ્ર બન્યો છે. 

બસસ્ટેન્ડને ખસેડવા માટે આપવા પડશે પૈસા
સોમવારે મળેલી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બેઠકમાં શહેરના કોઈપણ વિસ્તારમાં આવેલા એ.એમ.ટી.એસ.બસસ્ટેન્ડને ખસેડવા માટે કોઈ પણ અરજદાર માંગતો હોય તો બસ સ્ટેન્ડ ખસેડતા પહેલા અરજદાર પાસેથી એક લાખ રુપિયા વસુલ કરવા એવી પોલીસીને કમિટી દ્વારા મંજુરી આપવામા આવી છે. 

76 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર આવી પોલિસીને મંજૂરી
શહેરમાં નવા બનતા બિલ્ડિંગ કે અમુક કિસ્સાઓમાં વ્યવસાયીઓ પોતાના ધંધાના સ્થળ પાસે જ મુકવામા આવેલા એ.એમ.ટી.એસ.ના બસસ્ટેન્ડને ખસેડવા માટે અગાઉના વર્ષોમાં રાજકીય ભલામણ દ્વારા નડતરરુપ બસસ્ટેન્ડ દુર કરાવતા હોવાના મોટી સંખ્યામા દાખલા બહાર આવેલા હતા. પરંતુ એ.એમ.ટી.એસ.ની સ્થાપનાના 76 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત બસસ્ટેન્ડ ખસેડવા માંગનાર પાસેથી એક લાખ રુપિયા વસુલવા જેવી પોલીસીને મંજુરી આપવામા આવી છે. નોંધનીય છેકે આ નિર્ણય બાદ એએમટીએસના શાષકો કઇંપણ કહેવા તૈયાર નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news