રોકાણ માટે શાનદાર તક, 60 રૂપિયાની પ્રાઇઝ બેન્ડ પર ખુલશે આ સ્મોલ ફાઈનાન્સ બેન્કનો IPO

શેર બજારમાં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર છે. નવેમ્બર મહિનાની શરૂઆતમાં વધુ એક આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. આ આઈપીઓ ESAF સ્મોલ ફાઈનાન્સ બેન્કનો છે. 

રોકાણ માટે શાનદાર તક, 60 રૂપિયાની પ્રાઇઝ બેન્ડ પર ખુલશે આ સ્મોલ ફાઈનાન્સ બેન્કનો IPO

ESAF Small Finance Bank IPO: જો તમે ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે કામના છે. ઈએસએએફ સ્મોલ ફાઈનાન્સ બેન્કનો આઈપીઓ આ સપ્તાહે  રોકાણ માટે ઓપન થઈ રહ્યો છે. ઈએસએએફ સ્મોલ ફાઈનાન્સ બેન્ક આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 3 નવેમ્બરે ઓપન થશે અને ઈન્વેસ્ટર આ ઈશ્યૂમાં મંગળવાર, 7 નવેમ્બર સુધી પૈસા લગાવી શકશે. ઈએસએએફ સ્મોલ ફાઈનાન્સ બેન્ક આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 57થી 60 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. 

શું છે કંપનીની યોજના
સ્મોલ ફાઈનાન્સ બેન્કનો ઈરાદો આઈપીઓ દ્વારા 463 કરોડ રૂપિયા ભેગા કરવાનો છે. આઓફરમાં 390.7 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવા અને વેચનાર શેરધારકો દ્વારા 72.3 કરોડ રૂપિયાના ઓફર-ફોર-સેલ (ઓએફએસ) સામેલ છે. ઓએફએસમાં પ્રમોટર ઈએસએએફ ફાઈનાન્શિયલ હોલ્ડિંગ 49.26 કરોડ રૂપિયાના શેર વેચશે, જ્યારે ઈન્વેસ્ટર પીએનબી મેટલાઇફ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપની 12.67 કકરોડ રૂપિયાના શેર અને બજાજ આલિયાઝ લાઇફ ઈન્શ્યોરન્સ કંપની 10.37 કરોડ રૂપિયાના શેર વેચશે. આ ઈશ્યૂમાં બેન્ક કર્મચારીઓ માટે 12.5 કરોડ રૂપિયાની કિંમતના શેર રિઝર્વ છે, જેને અંતિમ આઈપીઓ પ્રાઇઝ પર પ્રત્યેક શેર પર 5 રૂપિયાની છૂટ મળશે. ઈશ્યૂનો અડધો ભાગ સંસ્થાગત ઈન્વેસ્ટરો માટે જ્યારે 15 ટકા બિન-સંસ્થાગત ઈન્વેસ્ટરો માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે અને બાકી 35 ટકા રિટેલ ઈન્વેસ્ટરો માટે રિઝર્વ છે. 

કેટલા પૈસા લગાવી શકે છે ઈન્વેસ્ટર
ઈન્વેસ્ટર ઓછામાં ઓછા 250 ઈક્વિટી શેરો માટે અને ત્યારબાદ 250ના ગુણાકમાં બોલી લગાવી શકે છે. રિટેલ ઈન્વેસ્ટર ઓછામાં ઓછા 15000 રૂપિયા (250 શેર) રોકાણ કરી શકે છે અને વધુમાં વધુ રોકાણ 195000 રૂપિયા (3250 શેર) હશે કારણ કે તે આઈપીઓમાં બે લાખથી વધુનું રોકાણ કરી શકશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news