AMC કર્મચારી રૂપિયા 1.30 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કર્મચારીએ લાંચની માગણી કરતા એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં સપડાયો છે.. રૂપિયા 1 લાખ 30 હજારની માંગણી કરતા ACBએ લાલ દરવાજા પાસેથી અરવિંદ જાની નામના કોર્પોરેશનના કર્મચારીને છટકું ગોઠવી રંગે હાથ ઝડપી લીધો હતો.

AMC કર્મચારી રૂપિયા 1.30 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કર્મચારીએ લાંચની માગણી કરતા એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં સપડાયો છે.. રૂપિયા 1 લાખ 30 હજારની માંગણી કરતા ACBએ લાલ દરવાજા પાસેથી અરવિંદ જાની નામના કોર્પોરેશનના કર્મચારીને છટકું ગોઠવી રંગે હાથ ઝડપી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે અરવિંદ જાનીએ આ રકમની માંગણી ફરિયાદીના ઇન્ક્રીમેન્ટના પુરવણી બિલ માટે માંગી હતી. પરંતુ ફરિયાદીએ રૂપિયા નહીં આપવા હોવાથી ACBને જાણ કરતા છટકું ગોઠવ્યું હતું. ફરિયાદીને સાતમા પગાર પંચનો લાભ મળતો હોઈ તેના ₹4.30 લાખ બાકી નીકળતા હતા જે અંગે પુરવણી બિલ બનાવી આપવા માટે આરોપી અરવિંદ જાનીએ રકમના 30 ટકા લેવાની વાત કરી હતી.

જુઓ LIVE TV

આ દરમિયાન આજે ફરિયાદી 30 ટકા રકમ લઈ લાલ દરવાજા  પાસે આવતા જ ACB એ અરવિંદ જાનીને ઝડપી લીધો હતો. મળતી માહિતી અનુસાર આરોપી અરવિંદ જાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સિનિયર કલાર્ક તરીકે ફરજ બજાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news