અયોધ્યામાંથી રામની મુર્તિ ચોરતા તો ચોરી લીધી, પણ પાછી આપવા આવવું પડ્યું કારણ કે...

ભગવાન રામની નગરી અયોધ્યામાં 27 મેનાં દિવસે બપોરે રામની પ્રાચીન અષ્ટધાતુની મુર્તિ ચોરી થઇ ગઇ હતી

અયોધ્યામાંથી રામની મુર્તિ ચોરતા તો ચોરી લીધી, પણ પાછી આપવા આવવું પડ્યું કારણ કે...

અયોધ્યા : અયોધ્યામાં ચોરાયેલી અમુલ્ય અષ્ટધાતુની શ્રી રામની મુર્તિ મળી ગઇ છે. રસપ્રદત બાબત છે કે રામની મુર્તિને ચોરી કરનારા ચોર પોતે મુર્તિને મંદિરમાં મુકવામાં આવ્યો. ચોર અજયનું કહેવું છે કે જ્યારથી તેણે ચોરી કરી, ત્યારથી તેનાં શરીરમાં વિચિત્ર દર્દ ચાલુ થઇ ચુક્યું છે. તેને ગભરાટ સાથે ડરામણા સ્વપ્ન આવી રહ્યા છે. તેઓ મુર્તિને ઘણા દિવસ સુધી પોતાની સાથ નહોતા રાખી શક્યા અને પોતે યુગલ માધુરી કુંજ મંદિરમાં પહોંચીને મંદિરના પુજારીને ભગવાન શ્રીરામની મુર્તિ સોંપી દીધી. મુર્તિ સોંપ્યા બાદ તેના શરીરમાં થતો દુખાવો સારો થઇ ગયો. જો કે તેઓ પોલીસના હાથ લાગી ગયો હતો. પોલીસે ચોર અજય શુક્લાની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરી દીધો છે. 

CM યોગીનો મહત્વનો નિર્ણય, કેબિનેટ મીટિંગમાં ફોન નહી રાખી શકે મંત્રી
ભગવાન રામની નગરી અયોધ્યામાં 27 મેનાં બપોરે રામની પ્રાચિન અષ્ટધાતુની મુર્તિ ચોરી થઇ ગઇ હતી. રામ જન્મભુમિ નજીક સૌથી સુરક્ષીત સ્થળનાં યલો જોનમાં યુગલ માધુરી કુંજ મંદિરમાં ઠાકુરજીની મુર્તિ ચોરીની ઘટના પોલીસ માટે પડકાર બની ગયો હતો. એસએશપી જોગેન્દ્ર કુમારે અનેક ટીમ બનાવીને સંભવિત સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન એક યુવક બેશુદ્ધ જેવી અવસ્થામાં આવ્યો અને ચોરી કરાયેલ મુર્તિ મંદિરના પુજારી મહંતને સોંપી દીધી. ચોરી કરવામાં આવેલી મુર્તિ મળી જવાના કારણે મંદિર પરીસરમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.  જો કે તેના કરતા રસપ્રદ ઘટના મુર્તિ ચોરે જણાવી. 

લોકસભા ચૂંટણીમાં કારમી હાર પછી કોંગ્રેસને ફરી મજબૂત કરવા સોનિયા આવ્યા આગળ
ગોંડા જિલ્લાનો રહેવાસી મુર્તિ ચોર અજય શુક્લાનું કહેવું છે કે જ્યારે રામની મુર્તિની ચોરી કરી, તેની સાથે ખરાબ ઘટનાક્રમ થઇ રહ્યા છે. મુર્તિની ચોરી બાદ ચોર અજયનાં શરીરમાંવિચિત્ર દુખાવો થવાનો ચાલુ થઇ ગયો. જે અસહ્ય હતો. તેને ખરાબ સ્વપ્ન ડરાવવા લાગ્યા. ચોર મુર્તિને 5 દિવસ પણ પોતાની સાથે નહોતો રાખી શક્યો અને તેને યુગલ માધુરી કુંભ મંદિરમાં આપવા માટે આવ્યો. 

મોદી સરકાર 2.0 : અમિત શાહે ગૃહમંત્રી તો રાજનાથે સંરક્ષણ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો
અયોધ્યાના યુગલ માધુરી કુંજ મંદિરના પુજારી તથા મહાન રાજ બહાદુર જણાવે છે કે શુક્રવારે ચોર પોતે મંદિરમાં આવ્યો અને ચોરી કરેલી મુર્તિ મારે હવાલે કરી દીધો. બીજી તરફ એસએસપી જોગેન્દ્ર કુમાર માને છે કે મુર્તિ ચોર ડરેલો હતો અને તે અતિશિઘ્ર મુર્તિને તેમના સ્થાન પર પહોંચાડવા જઇ રહ્યો હતો. પોલીસે મુર્તિ અને મુર્તિ ચોરને પોતાનાં કબ્જામાં લેતા કાયદાકીય કાર્યવાહી ચાલુ કરી દીધી છે. મુર્તિ હવે પોતાના સ્થાન પર વિધિ વિધાનથી પુજા કરીને પુન: સ્થાપિત કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news