એએમસીએ યુઝ્ડ માસ્કનો નિકાલ કરવા માટે અપનાવ્યો નવતર પ્રયોગ

યૂઝ એન્ડ થ્રો માસ્કનો ઉપયોગ કર્યા બાદ તેનો યોગ્ય નિકાલ કરવો ખૂબ જરૂરી છે. માસ્કના વપરાશ બાદ તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવો એક મોટી સમસ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. 

એએમસીએ યુઝ્ડ માસ્કનો નિકાલ કરવા માટે અપનાવ્યો નવતર પ્રયોગ

અર્પણ કાયદાવાલા, અમદાવાદ: કોરોનાએ દેશભરમાં આતંક મચાવ્યો છે. એમ પણ ખાકરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના સંક્રમણના વધુ કેસ સામે આવ્યા છે. ત્યારે દેશભરમાં કોરોનાથી બચવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ફરજિયાત માસ્કનો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં જાહેર સ્થળ પર માસ્ક ન પહેરનારને 200 રૂપિયાનો દંડ ફટકારવાનો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. અત્યારે માસ્ક ધૂમ વેચાણ થઇ રહ્યું છે. ત્યારે યૂઝ એન્ડ થ્રો માસ્કનો ઉપયોગ કર્યા બાદ તેનો યોગ્ય નિકાલ કરવો ખૂબ જરૂરી છે. માસ્કના વપરાશ બાદ તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવો એક મોટી સમસ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માસ્કના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે નવતર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એએમસીની વેસ્ટ વાનની પાછળ ખાસ પ્રકારનો એક ડબ્બો લગાવવામાં આવ્યો છે.

આ વાન દ્વારા અમદાવાદની સોસાયટીઓમાં ફરીને યુઝ્ડ માસ્કનું કલેક્શન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ખાનગી સોસાયટી અને બિલ્ડીંગો વિશેષ બેગ આપવામાં આવશે. નાગરિકે આ યુઝ્ડ માસ્કનો તે બેગમાં નિકાલ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news