નવતર પ્રયોગ News

કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે બાપુનગર પોલીસનો નવતર પ્રયોગ, નિર્ભય થઇને ફરિયાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 70માં જન્મદિવસની દરેક જગ્યાએ ઉજવણીઓ થઇ રહી છે. ત્યારે અમદાવાદનાં બાપુનગર પોલીસે પીએમના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. વિસ્તારમાં પબ્લિકની શાંતિ અને સલામતી જાળવવાની સાથે સાથે ફરિયાદ કે સમસ્યાનું નિવારણ લાવવા પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો. અમદાવાદ શહેરનું પ્રથમ બાપુનગર પોલીસ સ્ટેશન એવું છે કે પબ્લિકની સમસ્યા નિવારણ માટે નવતર પ્રયોગ હાથ ધર્યો. જેમાં બાપુનગર પોલીસ દ્વારા 70 જેટલા ફરિયાદ બોક્ષ બનાવવામાં આવ્યા અને તે ફરિયાદ બોક્સ બાપુનગર વિસ્તારનાં બગીચા, મંદિર , સ્કૂલ - કોલેજ, તેમજ શાકભાજી માર્કેટમાં અને મુખ્ય રોડ પર મૂકવામાં આવ્યા. આ નવતર પ્રયોગ કરવા પાછળ પોલીસનું એવું માનવું છે કે બાપુનગર વિસ્તારમાં રહેતા મહિલા તેમજ સીનીયર સિટીઝનને હેરાન કરતા હોય તો તેની માહિતી મેળવી શકાય. સાથે કોઈ પણ પોલીસ ફરિયાદ હોય તો વિના સંકોચે રજૂઆત ફરિયાદ બોક્સમાં નાખી શકે. મહત્વનું છે આમ કરવાથી બાપુનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સ્થિતિ મજબુત બની રહેશે. જાહેર જનતા કે જે પોલીસ સ્ટેશન નથી આવી શકતાં તે વિના સંકોચે પોતાની ફરિયાદ આ ફરિયાદ બોક્ષમાં મૂકી શકે.
Sep 17,2020, 23:27 PM IST
શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા શિક્ષકોએ કર્યો નવતર પ્રયોગ અને જુઓ કેવું રહ્યું પરિણામ
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલી ખાટીસિતરા પ્રાથમિક શાળા આ શાળા અંતરિયાળ ડુંગર વિસ્તારમાં આવેલી છે અને અહીં મોટે ભાગે ડુંગરોમાં દૂર દૂર રહેતા વિધાર્થીઓ અભ્યાસ કરવા આવે છે ફક્ત 171 રજીસ્ટર વિધાર્થીઓ ધરાવતી આ શાળામાં બાળકોને અનુરૂપ વાતાવરણ મળી રહે તે માટે શાળામાં અભ્યાસ સાથે અનેક પ્રવૃત્તિઓ ચાલે છે. જોકે શાળામાં મોટા ભાગના બાળકો ગેરહાજર રહેતા શિક્ષકો ચિંતિત બન્યા હતા અને તેમને શાળામાં વધારે બાળકો આવે તે માટે એક અનોખો પ્રયોગ અમલમાં મુક્યો જેમાં શિક્ષકો દ્વારા એક કેસરી કલરનો ધ્વજ અને બીજો લીલા કલરનો ધ્વજ લાવવામાં આવ્યો અને જેમાં લીલા કલરનો ધ્વજ વિધાર્થીઓ માટે અને કેસરી કલરનો ધ્વજ વિદ્યાર્થીનીઓ માટે રખાયો અને બાળકોને કહેવામાં આવ્યું કે જે દિવસે સ્કૂલમાં જેની સંખ્યા વધારે હશે તે આ ધ્વજ ફરકાવશે વિદ્યાર્થિનીઓની હાજર સંખ્યા વધુ હોય તો કેસરી ધ્વજ અને વિદ્યાર્થીઓની હાજર સંખ્યા વધુ હોય તો લીલો ધ્વજ ફરકાવવામાં આવે છે.ધ્વજ ફરકાવવાનો પ્રોજેક્ટ છેલ્લા 6 માસથી શાળામાં શરૂ કરાતાં પહેલા શાળામાં છાત્રોની સરેરાશ હાજર સંખ્યા 50 ટકા રહેતી હતી. જે વધીને અત્યારે 90 થી 95 ટકા રહે છે.
Jan 9,2020, 10:40 AM IST

Trending news