ઉત્તરાયણમાં પવન મઝા બગાડશે કે ડબલ કરશે? શું સરળતાથી પતંગ ચગાવી શકાશે, પવનની ઝડપ કેવી હશે?

અંબાલાલ પટેલે હવામાનમાં થનાર ફેરફાર વિશે કહ્યું કે, સખત ઠંડી પડવાની શક્યતા છે. 10 ડિગ્રીથી ઓછું રહેશે. આ કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સખત ઠંડી પડી શકે છે. કચ્છ-ભૂજમાં સખત ઠંડી પડી શકે છે. 7, 8 અને 9 દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. 12થી 14 સુધી કચ્છના ભાગમાં વરસાદ વરસી શકે છે. 

ઉત્તરાયણમાં પવન મઝા બગાડશે કે ડબલ કરશે? શું સરળતાથી પતંગ ચગાવી શકાશે, પવનની ઝડપ કેવી હશે?

Makar Sankranti 2024: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વાતાવરણમાં અનેક પલટા આવ્યા છે. દિવાળીથી લઈને ડિસેમ્બર સુધીના અનેક તહેવારોમાં વરસાદી અસર જોવા મળી હતી. ત્યારે હવે ગુજરાતીઓનો પ્રિય તહેવાર ઉત્તરાયણ પણ બગડે તેવી આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ, ઉત્તરાયણ (Uttarayan) ના દિવસે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની શક્યતા છે. 

વર્ષનો સૌથી પહેલો તહેવાર બગડવાના એંધાણ છે તેવી આગાહી કરાઈ છે. ઉતરાયણના દિવસે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની શક્યતા છે. 14મી જાન્યુઆરીએ વાદળો રહેશે. તો પવન પણ મધ્યમ રહેશે. આ કારણે પતંગરસિકો નિરાશ થશે. તો 15મી જાન્યુઆરીએ પવન સારો રહેશે. ઉત્તરાયણની તમામ તૈયારીઓ ભલે ભરપૂર કરી હોય પણ જો પવન જ ના હોય તો આખી મજા મરી જતી હોય છે. એવામાં ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે 13 અને 14 જાન્યુઆરીએ પતંગ ચગાવવા માટે સવાર સાંજ પવન કેવો રહેશે તેની આગાહી કરી નાંખી છે. આ સાથે 14 અને 15 જાન્યુઆરી વાદળછાયુ વાતાવરણ રહેવાનું છે, 15 જાન્યુઆરીની મધ્યરાત્રીએ પવનનુ જોર રહેશે અને 16 અને 17 જાન્યુઆરીના રોજ પવન વધુ રહેશે.

12 અને 13 તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા વરસાદ પડશે. કચ્છ, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 12 અને 13 તારીખે વરસાદની આગાહી છે. વરસાદને કારણે ઉતરાયણના દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદ પતંગરસિયાઓની મજા બગાડે તેવી શક્યતા છે. ઉતરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પવન રહેશે. ઉત્તર-પશ્ચિમી પવન 14 અને 15 જાન્યુઆરીના રોજ હશે. 9, 10, 11, 12 અને 13 જાન્યુઆરીએ ઉત્તર ભારતના રાજ્યોમાં કરા સાથે વરસાદ પડતા ઠંડી વધશે. આગાહી મુજબ, 7 જાન્યુઆરીથી 10 તારીખ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે. આ દિવસોમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ સહિતના ભાગોમાં ઠંડી વધશે. તો 9, 10 અને 11 તારીખે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી પણ નીચું જાય તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાત અને બનાસકાંઠામાં પણ સખત ઠંડીની આગાહી કરાઈ છે. 

14 અને 15 જાન્યુઆરી વાદળછાયુ વાતાવરણ રહેશે
જી હા...જાન્યુઆરીમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. 5 અને 6 જાન્યુઆરીએ રાજ્યના વાતાવરણમાં પલ્ટો આવશે, એટલે કે વાદળછાયુ વાતાવરણ રહેશે. 10 થી 13 જાન્યુઆરીએ પણ વાતાવરણમાં નરમાશ જોવા મળી શકે છે. જોકે 11 જાન્યુઆરી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. ત્યારે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ખાસ જણાવ્યું છે કે ઉત્તરાયણ ઉપર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 15 જાન્યુઆરીની મધ્યરાત્રીએ પવનનુ જોર રહેશે અને 16 અને 17 જાન્યુઆરીના રોજ પવન વધુ રહેશે. 14 અને 15 જાન્યુઆરી વાદળછાયુ વાતાવરણ રહેશે. 

ઉત્તરાયણના દિવસે પવન કેવો રહેશે?
14મી જાન્યુઆરી ઉત્તરાયણના પૂર્વ મધ્યરાત્રીએ પવનનુ જોર સાથે સવારે ઠંડી રહેશે. સવારમાં પવનની ગતિ થોડી ઝડપી રહેશે. બપોર બાદ ધીમો પડશે. રાતે સ્પીડમાં પવન ફૂંકાશે. આ સાથે 15 જાન્યુઆરીની મધ્યરાત્રીએ પવનનુ જોર રહેશે. 16 અને 17 જાન્યુઆરીના રોજ પવન વધુ રહેશે.

24 જાન્યુઆરીના રોજ ઠંડીનો ચમકારો રહેશે
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ઉત્તરાયણના દિવસે વાદળછાયું વાતાવરણ રહેવાનું અનુમાન છે. આ વખતે જાન્યુઆરી માસમાં હવામાનમા ઘણા પલટા આવવાની શક્યતા રહેશે. 24 જાન્યુઆરીના રોજ ઠંડીનો ચમકારો રહેશે. હવે 2024 વર્ષની શરુઆત કેવી રહે તેની ઉપર નજર બધાની નજર છે.

ઉત્તરાયણમાં ગુજરાતમાં પવન અને હવામાન કેવું રહેશે?
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના હવામાન અંગે 2023નું વર્ષ કોયડા સમાન રહ્યુ હતુ તેવી રીતે 2024નું વર્ષ પણ હવામાન માટે કાંઈક અંશે ગૂંચવણભર્યુ તો રહેવાની શક્યતા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તરાયણમાં ગુજરાતમાં પવન અને હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news