IND vs SA: પ્રથમ ટેસ્ટમાં કોણ ઓપનિંગ કરશે? કેએલ રાહુલ અને કેએસ ભરત વચ્ચે કોને સ્થાન મળશે? આવી હશે પ્લેઇંગ ઈલેવન

India Playing 11: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝનો પ્રથમ મુકાબલો 26 ડિસેમ્બરે રમાશે. પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. 

IND vs SA: પ્રથમ ટેસ્ટમાં કોણ ઓપનિંગ કરશે? કેએલ રાહુલ અને કેએસ ભરત વચ્ચે કોને સ્થાન મળશે? આવી હશે પ્લેઇંગ ઈલેવન

સેન્ચુરિયનઃ India Playing 11 Vs South Africa 1st Test: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી બે મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા ઈતિહાસ રચવા ઉતરશે. હકીકતમાં ભારતે અત્યાર સુધી દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતી નથી. તેવામાં રોહિત શર્મા ઈતિહાસ રચી શકે છે. 

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 26થી 30 ડિસેમ્બર વચ્ચે સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમાશે. ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્માની સાથે-સાથે વિરાટ કોહલી, આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહ જેવા સ્ટાર ખેલાડીઓ એક્શનમાં જોવા મળશે. જાણો આ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઈલેવન કેવી હોઈ શકે છે. 

પ્રથમ ટેસ્ટમાં કોણ કરશે ઓપનિંગ?
દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં ઓપનિંગ કોણ કરશે. આ સૌથી મોટો સવાલ છે. હકીકતમાં ટીમમાં કેપ્ટન રોહિત શર્માની સાથે શુભમન ગિલ, યશસ્વી જાયસવાલ અને અભિમન્યુ ઈશ્વરન છે. આ સિવાય વિકેટકીપર તરીકે ટીમમાં  કેએસ ભરત અને કેએલ રાહુલ છે. આ બંનેમાંથી કોઈ એકને તક મળશે. પરંતુ રાહુલે અત્યાર સુધી ટેસ્ટમાં વિકેટકીપિંગની જવાબદારી સંભાળી નથી. 

આવી હોઈ શકે છે પ્લેઈંગ ઈલેવન
પ્રથમ ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો યશસ્વી જાયસવાલ અને રોહિત શર્મા ઈનિંગની શરૂઆત કરી શકે છે. આ સિવાય ત્રીજા સ્થાને શુભમન ગિલ બેટિંગ કરી શકે છે. ત્યારબાદ ચાર નંબર પર વિરાટ કોહલી અને પાંચમાં સ્થાને શ્રેયસ અય્યરનું સ્થાન પાક્કુ છે. છઠ્ઠા ક્રમે કેએલ રાહુલ જોવા મળી શકે છે. ત્યારબાદ આર અશ્વિન અને રવીન્દ્ર જાડેજા રમી શકે છે. તો ફાસ્ટ બોલિંગમાં મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ અને શાર્દુલ ઠાકુરની ત્રિપુટી જોવા મળી શકે છે. 

પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન- રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જાયસવાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news