અલ્પેશ ઠાકોર માંડશે રાજ્ય સરકાર સામે મોરચો, એકતા યાત્રા માટે કર્યુ માઇક્રો પ્લાનિંગ

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ફરી એકવાર રાજ્ય સરકાર સામે મોચરો માંડવાની તૈયારી કરી રહ્યા છે. જે અંતર્ગત આગામી 20મી જાન્યુઆરીથી અંબાજી ખાતેથી ખેડૂતો અને બેરોજગારીના મુદ્દે એકતાયાત્રા નિકાળવાના છે. ત્યારે એકતા યાત્રામાં ભાગ લેનારા અલ્પેશ ઠાકોર માટે કોઇ ફિલ્મીસ્ટારને ટક્કર મારે એવી કેરેવાન તૈયાર કરવામાં આવી રહી છે.

અલ્પેશ ઠાકોર માંડશે રાજ્ય સરકાર સામે મોરચો, એકતા યાત્રા માટે કર્યુ માઇક્રો પ્લાનિંગ

અર્પણ કાયદાવાલ/અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ફરી એકવાર રાજ્ય સરકાર સામે મોચરો માંડવાની તૈયારી કરી રહ્યા છે. જે અંતર્ગત આગામી 20મી જાન્યુઆરીથી અંબાજી ખાતેથી ખેડૂતો અને બેરોજગારીના મુદ્દે એકતાયાત્રા નિકાળવાના છે. ત્યારે એકતા યાત્રામાં ભાગ લેનારા અલ્પેશ ઠાકોર માટે કોઇ ફિલ્મીસ્ટારને ટક્કર મારે એવી કેરેવાન તૈયાર કરવામાં આવી રહી છે.

આ અત્યાધુનિક કેરેવાનની માહિતી સંપૂર્ણ વાત કરીએ તો તેમાં, આરામદાયક સોફા, વિશાળ ટીવી સ્ક્રીન, સાઉન્ડ સિસ્ટમ અને મીની ફ્રીજ સહીતની સુવિધાઓ ધરાવતી આ કેરેવાન કોઇ ફિલ્મીસ્ટારની કે પછી કોઇ મોટા રાજકીય નેતાની નથી. પરંતુ આ કેરેવાન હાલમાં તૈયાર કરાઇ રહી છે.

લોકરક્ષક દળની પરીક્ષામાં સામે આવ્યો છબરડો, પ્રશ્નપત્ર નિકળ્યું કોરું

ગુજરાત કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર માટે આ વાન તૈયાર કરવામાં આવી રહી છે. જીહા, આગામી 20 જાન્યુઆરીએ અંબાજીથી શરૂ થનારી એકતાયાત્રા માટે હાલમાં આ રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. અગાઉ પણ કોંગ્રેસના આ નેતા દ્વારા ભાજપ સરકાર પર અનેક વાર મોરચો માંડી ચૂક્યાં છે. અને હવે ફરી એકવાર બેરોજગારી એકતા યાત્રા કરીને ભાજપ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news