કેસરિયો ધારણ કરતા જ બદલાયો અલ્પેશનો રંગ, કહ્યું ‘ભાજપ વિદ્વાન લોકોની ગુરુકુળ’
કોંગ્રેસને છોડીને અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુવાધાણીના હસ્તે ભાજપનો કેસરિયો ખેસ પહેર્યો હતો. અલ્પેશ ઠાકોરે ભાજપનો ખેસ પહેર્યા બાદ કહ્યુ્ કે, કોંગ્રેસમાં મારી અને મારા સમાજની અવગણના થઇ છે. હવે વિદ્વાન લોકોની ગુરુકુળમાં જોડાયો છું, ભારતીય જનતા પ્રાર્ટી શિસ્ત સાથે ચાલનારી પાર્ટી છે. તેથી ભાજપની આ નીતિથી હું પ્રભાવીત થયો છું.
Trending Photos
ગાંધીનગર: કોંગ્રેસને છોડીને અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુવાધાણીના હસ્તે ભાજપનો કેસરિયો ખેસ પહેર્યો હતો. અલ્પેશ ઠાકોરે ભાજપનો ખેસ પહેર્યા બાદ કહ્યુ્ કે, કોંગ્રેસમાં મારી અને મારા સમાજની અવગણના થઇ છે. હવે વિદ્વાન લોકોની ગુરુકુળમાં જોડાયો છું, ભારતીય જનતા પ્રાર્ટી શિસ્ત સાથે ચાલનારી પાર્ટી છે. તેથી ભાજપની આ નીતિથી હું પ્રભાવીત થયો છું. વધુમાં અલ્પેશે કહ્યું કે ઠાકોર સેના આગળ પણ સક્રિય રહેશે. આજે તમામ અટકળોનો અંત આવ્યો છે.
કોંગ્રેસ ગરીબો માટે કામ કરવા માટે તૈયાર નથી કોંગ્રેસે મને હાથો બનાવ્યો છે. ભાજપમાં આવ્યા પછી પણ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે રહીને ગુજરાતની દારૂબંધી કડક કરવાનો પ્રયત્ન કરીશ. મોટા વ્યક્તિત્વ વાળા નરેન્દ્ર મોદી અને અમિતશાહની અધ્યક્ષતામાં કામ કરવાનો મૌકો મળશે, હું ભાજપમાં એક કાર્યકર્તા તરીકે જોડાયો છું. ભાજપમાં રહીને ગરીબો માટે કામ કરીશ.
કોંગ્રેસ લોમડી જેવી છે, તેમના વિખવાદ અને નેતાઓનાં લીધે હારી: ધવલસિંહ ઝાલા
કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, જે પાર્ટીના અધ્યક્ષે રાજીનામું આપી દીધું હોય અને તેના અધ્યક્ષ પદ ભરવા માટે પાર્ટીને કોઇ માણસ ન મળતો હોય તેવી પાર્ટી કેવી રીતે ગરીબોની સેવા કરશે. આ સમય દરમિયાન અલ્પેશ ભાજપના સદસ્યતા અભિયાન હેઠળ ભાજપમાં ફોન કરીને સભ્ય પદ મેળવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના માર્ગ દર્શન સાથે ગરીબોનું કામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. આ પાર્ટીમાં નાનામાં નાના કાર્યકર્તાની વિચારધારાને સમજવામાં આવે છે. આ પાર્ટી સાથે જોડાઇને અનેક રાજકીય આગેવાનોના આશીર્વાદ થકી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે મે જોડાણ કર્યું છે.
જુઓ LIVE TV:
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે