અમદાવાદના સોની પરિવારે લોકડાઉનમાં જે કામ કર્યું તેવુ તમે પણ કરી શકો છો
કોરોના (corona virus) ની મહામારી સામે લડવા માટે માત્ર હિંમત, ધીરજ અને દવાની જ જરૂર નથી. બીજી પણ અન્ય પ્રકારની જરૂર પડતી હોય છે. નાની નાની પણ એવી જરૂરિયાત છે, જેમાં લોકો સહયોગ આપીને પોતાની ફરજ બજાવી શકે છે. કોઈ વિચારી પણ ન શકે એવો વિચાર અમદાવાદ (Ahmedabad)ના સોની પરિવારને આવ્યો. પરિવારના 8 લોકોએ એકસાથે બ્લડ ડોનેટ (blood donation) કરીને બીજાને પણ આ પ્રકારના સેવાકાર્ય માટે પ્રેરણા આપી છે.
Trending Photos
આશ્કા જાની/અમદાવાદ :કોરોના (corona virus) ની મહામારી સામે લડવા માટે માત્ર હિંમત, ધીરજ અને દવાની જ જરૂર નથી. બીજી પણ અન્ય પ્રકારની જરૂર પડતી હોય છે. નાની નાની પણ એવી જરૂરિયાત છે, જેમાં લોકો સહયોગ આપીને પોતાની ફરજ બજાવી શકે છે. કોઈ વિચારી પણ ન શકે એવો વિચાર અમદાવાદ (Ahmedabad)ના સોની પરિવારને આવ્યો. પરિવારના 8 લોકોએ એકસાથે બ્લડ ડોનેટ (blood donation) કરીને બીજાને પણ આ પ્રકારના સેવાકાર્ય માટે પ્રેરણા આપી છે.
સુરતમાં 68 વર્ષના હસનચાચાનો રિપોર્ટ પોઝિટિવ, 8 વર્ષના બાળકમાં દેખાયા શંકાસ્પદ લક્ષણો
કોરોના વાયરસ ની મહામારી વિશ્વ પસાર થઈ રહ્યું છે ત્યારે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા સંજયભાઈ સોનીના પરિવારે લોકડાઉનના સમયે માનવતાની ફરજ નિભાવી છે. આ પરિવારને લોકડાઉનના સમયના ઘરે બેઠા બેઠા વિચાર આવ્યો કે આ પરિસ્થિતિમાં જ્યારે જે લોકોને લોહીની જરૂર હશે તે લોકો શુ કરશે...? અને આ વિચારને પગલે તેઓએ રેડ ક્રોસ સોસાયટીમાં ફોન કરી બ્લડ ડોનેટ કરવાની ઈચ્છા વક્ત કરી.
આ પરિવારમાં કુલ 14 લોકો છે, જેમાંથી 8 લોકોએ બ્લડ ડોનેટ કર્યું. કોરોના વચ્ચે કેટલાક એવા દર્દીઓ પણ છે, જેઓને લોહીની જરૂર પડે છે. સોની પરિવારના માનવતાભર્યા કામથી અનેક લોકો જેઓ થેલેસેમિયા અને કોરોના જેવી બીમારીથી પીડાઈ રહ્યા છે તેમને જરૂરિયાત સમયે લોહી મળી રહેશે. આ રીતે રક્ત દાન કરી સોની પરિવાર આવા દર્દીઓ માટે રિયલ હીરો તરીકે ઉભરી આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે