અમદાવાદ : વસ્ત્રાપુર ગ્વાલિયા સ્વીટમાં પહોંચ્યો કોરોના, amcએ પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો

અમદાવાદમાં કોરોનાના કેસમાં રોજેરોજ બ્લાસ્ટ થતા રહે છે. ત્યારે વસ્ત્રાપુર સ્થિત ગ્વાલિયા સ્વીટ માર્ટ (gwalia sweets) કોરોનાને પગલે બંધ કરવામાં આવ્યું. ગ્વાલિયા સ્વીટ સ્ટોરના એક કર્મચારીનો કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ગ્વાલિયા સ્વીટમાર્ટ બંધ કરવામાં આવ્યું છે. હાલ ઓગસ્ટ મહિનો હોઈ ફેસ્ટિવલ સીઝન ચાલી રહી છે. ત્યારે હાલમાં જ રક્ષાબંધન અને સાતમ-આઠમનો તહેવાર હતો. જેને પગલે દુકાન પર અનેક લોકો મીઠાઈ ખરીદવા આવ્યા હતા. જેને પગલે એક કર્મચારી કોરોના (Coronavirus) ની ઝપેટમાં આવ્યો છે. હાલ દુકાનમાં કામ કરતા અન્ય કર્મચારીઓને પણ હોમ ક્વોરન્ટીન માટેની સૂચના કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે. તો સાથે જ ગ્વાલિયા સ્વીટને ક્વોરેન્ટાઈન વિસ્તાર જાહેર કર્યો છે.
અમદાવાદ : વસ્ત્રાપુર ગ્વાલિયા સ્વીટમાં પહોંચ્યો કોરોના, amcએ પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદમાં કોરોનાના કેસમાં રોજેરોજ બ્લાસ્ટ થતા રહે છે. ત્યારે વસ્ત્રાપુર સ્થિત ગ્વાલિયા સ્વીટ માર્ટ (gwalia sweets) કોરોનાને પગલે બંધ કરવામાં આવ્યું. ગ્વાલિયા સ્વીટ સ્ટોરના એક કર્મચારીનો કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ગ્વાલિયા સ્વીટમાર્ટ બંધ કરવામાં આવ્યું છે. હાલ ઓગસ્ટ મહિનો હોઈ ફેસ્ટિવલ સીઝન ચાલી રહી છે. ત્યારે હાલમાં જ રક્ષાબંધન અને સાતમ-આઠમનો તહેવાર હતો. જેને પગલે દુકાન પર અનેક લોકો મીઠાઈ ખરીદવા આવ્યા હતા. જેને પગલે એક કર્મચારી કોરોના (Coronavirus) ની ઝપેટમાં આવ્યો છે. હાલ દુકાનમાં કામ કરતા અન્ય કર્મચારીઓને પણ હોમ ક્વોરન્ટીન માટેની સૂચના કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે. તો સાથે જ ગ્વાલિયા સ્વીટને ક્વોરેન્ટાઈન વિસ્તાર જાહેર કર્યો છે.

હોલ બુકિંગના રૂપિયા પાછા મળશે 
આ ઉપરાંત એએમસી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત સામાજિક કે ધાર્મિક સહિતના હેતુ માટે amc માલિકીના હોલ-પાર્ટીપ્લોટ બુક કરાવનાર વ્યક્તિ 31 ડિસેમ્બર સુધી બુકીંગ રદ્દ કરશે તો 100 ટકા રકમ પરત કરાશે. કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને એએમસીની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ નિર્ણય લેવાયો છે.

ગોંડલ અંડરપાસમાં ફસાયેલી બસને માંડમાંડ બહાર કાઢી, તો થોડીવાર બાદ કાર ગરકાવ થઈ

ઉલ્લેખનીય છે કે, કોરોના કેસો અમદાવાદમાં સામાન્ય થવાનું નામ નથી લેતા. ત્યારે બીજી તરફ વેપાર ઘંધામાં કમાણી કરી લેવાનાં ઈરાદે વેપારીઓ પોતાની દુકાનોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવાનું પણ ભૂલી રહ્યા છે. જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લાં કેટલાક દિવસોથી અમદાવાદમાં સખ્ત કાર્યવાહી કરી છે. તાજેતરમાં અમદાવાદમાં અનેક દુકાનો તથા મોલને સીલ મારવામાં આવ્યા છે. જેમાં વસ્ત્રાપુર ખાતે આવેલ વન મોલ, મેમનગરમાં આવેલ મેકડોનલ્ડ અને પ્રહલાદ કોર્પોરેટર રોડ પર આવેલ સેવીયર ફાર્મસ્યુટીક્લ કંપની, શાહઆલમ સર્કલ ખાતે આવેલો બ્રાન્ડ ફેકટરી મોલ, બાપુનગર સ્થિત ટોરેન્ટ પાવરનુ વિજ બિલ કલેકશન સેન્ટર, પ્રહલાદ નગરમાં આવેલ રિલાયન્સ ડીજીટલ તથા સેજપુરમાં આવેલ ટોરેન્ટ પાવર બીલ કલેક્શન સેન્ટરને સીલ મારવામાં આવ્યું છે. આ ઉપરાંત  એએમસી દ્વારા શહેરના 4 પ્રસિદ્ધ રેસ્ટોરન્ટ સિલ કરવામાં આવ્યા છે. અમદવાદના મેંગો, બિરમીસ, પોએટ્રી અને ગજાનંદ પૌઁઆ હાઉસને સીલ મારવામાં આવ્યું છે. દંડની જોગવાઈ હોવા છતાં પણ  શેહરીજનો અને મોલ સંચાલકોમાં અવેરનેસનો અભાવ જોવા મળી રહ્યો છે. આ તમામ સ્થળોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળતા AMC એ સીલ કરવાની કાર્યવાહી કરવાની જરૂર પડી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news