આશરે બે વર્ષ બાદ અમદાવાદ મહાનગર પાલિકાએ પાંચ બ્રિજના નામકરણ કર્યાં

અમદાવાદ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની યોજાયેલી બેઠકમાં આ નામકરણ કરવામાં આવ્યા છે. 
 

આશરે બે વર્ષ બાદ અમદાવાદ મહાનગર પાલિકાએ પાંચ બ્રિજના નામકરણ કર્યાં

અમદાવાદઃ અમદાવાદ મહાનગર પાલિકાએ આશરે 2 વર્ષ બાદ શહેરમાં બનેલા પાંચ ફ્લાયઓવરનું નામકરણ કર્યું છે. આ પાંચેય બ્રિજના લોકાર્પણ આશરે બે વર્ષ પહેલા થઈ ગયા હતા, પરંતુ આજે નામકરણ કરવામાં આવ્યું છે. અમદાવાદ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની યોજાયેલી બેઠકમાં આ નામકરણ કરવામાં આવ્યા છે. ભાજપના સ્વર્ગસ્થ બે નેતાઓ અરૂણ જેટલી અને સુષ્મા સ્વરાજના નામે પણ એક બ્રિજ રાખવામાં આવ્યો છે. તો એક બ્રિજનું નામ આત્મનિર્ભર ગુજરાત રાખવામાં આવ્યું છે. 

બે વર્ષ બાદ થયું નામકરણ
અમદાવાદ મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની યોજાયેલી બેઠકમાં આજે શહેરના પાંચ બ્રિજનું નામકરણ કરવામાં આવ્યું છે. આ પાંચ બ્રિજમાં દિનેશ ચેમ્બર ચાર રસ્તા ફ્લાય ઓવર બ્રિજ (ફોર લેન), હાટકેશ્વર ચાર રસ્તા ફ્લાય ઓવર બ્રિજ (ફર લેન), રાણીર રેલવે ઓવરબ્રિજ, ઇનકમ ટેક્સ ફ્લાય ઓવરબ્રિજ (ફોર લેન) અને અંજલી ફ્લાય ઓવરબ્રિજનું નામ કરણ કરવામાં આવ્યું છે. 

શ્રેય હોસ્પિટલનો મુખ્ય સંચાલક ભરત મહંતનો જામીન પર છૂટકારો

હવે આ નામે ઓળખાશે બ્રિજ
દિનેશ ચેમ્બર ચાર રસ્તા ફ્લાય ઓવર બ્રીજને હવે મહારાણા પ્રતાપ ફ્લાય ઓવરબ્રિજ તરીકે ઓળખાશે. હાટકેશ્વર  ચાર રસ્તા ફ્લાય ઓવરબ્રિજને છત્તરપતિ શિવાજી મહારાજ ફ્લાય ઓવરબ્રિજ. રાણીપ રેલવે ઓવબ્રિજ-આત્મનિર્ભર ગુજરાત ફ્લાય ઓવરબ્રિજ. ઈનકમ ટેક્સ ફ્લાય ઓવરબ્રિજને સ્વ. અરૂણ જેટલી ફ્લાય ઓવર બ્રિજ અને અંજલી ફ્લાય ઓવરબ્રિજને સ્વ. સુષમા સ્વરાજ ફ્લાય ઓવરબ્રિજ તરીકે ઓળખાશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news