મામાએ ભાણિયાના સહકર્મીના 80 હજાર લૂંટી લીધા, પોલીસે ગણતરીનાં કલાકોમાં ઝડપ્યા આરોપી

અમદાવાદમાં એવી લૂંટની ઘટના સામે આવી જેની કહાની સાંભળીને તમે પણ ચોંકી જશો. કારણ કે રૂપિયા માટે ભાણિયાએ મામાને ટીપ આપી અને આ જ મામાએ તેના મિત્રો સાથે મળીને ભાણિયાના સહકર્મીને લૂંટી લીધો હતો. પોલીસ તપાસમાં સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો.  
મામાએ ભાણિયાના સહકર્મીના 80 હજાર લૂંટી લીધા, પોલીસે ગણતરીનાં કલાકોમાં ઝડપ્યા આરોપી

મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદમાં એવી લૂંટની ઘટના સામે આવી જેની કહાની સાંભળીને તમે પણ ચોંકી જશો. કારણ કે રૂપિયા માટે ભાણિયાએ મામાને ટીપ આપી અને આ જ મામાએ તેના મિત્રો સાથે મળીને ભાણિયાના સહકર્મીને લૂંટી લીધો હતો. પોલીસ તપાસમાં સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો.  

શહેરના વિશાલા  અને શાહવાડી વિસ્તારમાં બનેલી સંખ્યાબધ લૂંટોનો ભેદ ભલે પોલીસ ન શોધી શકી હોય, પણ વાસણા વિસ્તારમાં ગઈકાલે બનેલી લૂંટની ઘટનાને પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાંખી હતી. કારણ કે લૂંટના આરોપી અન્ય કોઈ નહિ પણ ફરિયાદીના સહકર્મી અને તેના મળતિયાઓ હતા. પોલીસે લૂંટનાના ગુનાના ચાર આરોપી નરેશ સરગરા, મોહન સરગરા, કરણ દંતાણી અને ગોવિંદ જાદવને પોલીસ કસ્ટડીમાં લીધા છે. આરોપી નરેશ સરગરાએ પોતાના મામા મોહન સરગરા સાથે મળી લૂંટનું તરકટ રચ્યું અને જે કંપનીમાં પોતે નોકરી કરે છે તે જ કંપનીના અન્ય એક શખ્સને છરીની અણીએ લૂંટી લીધો હતો. નરેશ સરગરાએ સહકર્મીના 80 હજાર રૂપિયા લૂંટી લીધા હતા. જોકે ચારેય આરોપી ફરાર થાય તે પહેલા પોલીસે તેમની ધરપકડ કરી કાયદેસરના પગલાં લીધા છે.

લૂંટના ગુનામાં ચાર આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું કે, લોકડાઉન બાદ નરેશ અને મોહનની આર્થિક સ્થિતિ કફોડી બની હતી. કારણકે નરેશ 10 હજારના પગારે નોકરી કરે છે. તો તેનો મામા મોહન રીક્ષા ચલાવવાનું કામ કરે છે. તેથી જ મામા ભાણેજે ભેગા મળીને લૂંટનું કાવતરું રચ્યું હતું. નરેશના એક સહકર્મી એક કસ્ટર પાસેથી 80 હજાર રૂપિયા સાથે સરખેજથી નીકળ્યા હતા. આ વાતની નરેશને ખબર હતી. તેથી નરેશે તેના મામા સાથે મળીને લૂંટ ચલાવી હતી. બાદમાં રૂપિયા લઈને મામા-ભાણેજની ટોળકી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. રૂપિયા ખાતર લૂંટને અંજામ આપનાર ચાર આરોપી પોલીસ પકડમાં આવ્યા છે. આમ તેઓ રૂપિયાની મજા માણી ન શક્યા, પણ કાયદાની સજા ભોગવતા નજર પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news