પાન પાર્લરની આડમાં ડ્રગ્સનો ધંધો, અમદાવાદ SOG એ બે આરોપીને ઝડપ્યા

ડ્રગ્સ ઝડપાવાના કેસ રાજ્યમાં સતત વધી રહ્યાં છે. રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી અને ડ્રગ્સનું સેવન ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે અમદાવાદમાં પાન પાર્લરની આડમાં ડ્રગ્સ વેચતા બે આરોપીની એસઓજીએ ધરપકડ કરી છે. 

પાન પાર્લરની આડમાં ડ્રગ્સનો ધંધો, અમદાવાદ SOG એ બે આરોપીને ઝડપ્યા

મૌલિક ધામેચા, અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનો કાળો કારોબાર ખુબ ચાલી રહ્યો છે. ડ્રગ્સ તથા નશીલા પદાર્થોની હેરાફેરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પોલીસે પણ અત્યાર સુધી આવા ઘણા આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે અમદાવાદ એસઓજી ટીમે મેફેડ્રોન ડ્રગ્સ સાથે જોધપુર વિસ્તારમાંથી બે વ્યક્તિની ધરપકડ કરી છે. ઝડપાયેલા બંને આરોપીઓ પાસેથી 57 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. એસઓજીએ સાત લાખના મુદ્દા માલ સાથે બંનેની ઝડપી લીધા છે. ડ્રગ્સના બંધાણી બંનેલા બંને વ્યક્તિઓ હવે ડ્રગ્સ વેચતા હતા. 

આ બંને આરોપીઓ મેફેડ્રોન ડ્રગ્સ વેચતા હોવાની હકીકત આધારે SOGની ટીમે જોધપુર વિસ્તારમાં રેડ કરી પરબત ઝાલા અને ઉશામા બક્ષીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી ઔડાના મકાનમાં રહેતાં અને પાન પાર્લરની આડમાં MD ડ્રગ્સ વેચતા. પકડાયેલ આરોપી પરબત ઝાલા પાસેથી પોલીસે 23.210 ગ્રામ જેટલુ MD ડ્રગ્સ કબજે કર્યું છે. જ્યારે ઉશામા પાસેથી 33 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી પરબત ઝાલા ગોવા ગયો હતો ત્યાં ડ્રગ્સના રવાડે ચડ્યો અને અમદાવાદ આવી ડ્રગ્સ લેવાની સાથે વેચવા લાગ્યો હતો. મહત્વનું છે કે આરોપી પરબત અગાઉ પરબ દારૂનું કટીંગ પણ કરાવતો. જોકે તે માત્ર તેના પરિચિત વ્યક્તિઓને જ ડ્રગ્સ આપતો જેથી કરી પોલીસના હાથે ઝડપાય ન જાય. પણ ઉશામાં વિરુદ્ધ પોકક્ષો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.

3આમ પકડાયેલ બંને આરોપીઓ પાસેથી પોલીસે 57 ગ્રામ જેટલું MD ડ્રગ્સ પકડયું જેની અંદાજીત કિંમત બજારમાં 5 લાખથી વધુ થાય છે જે ડ્રગ્સ કબજે કરી આ ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા તે અંગે પૂછપરછ શરૂ કરી છે. જોકે પાનપાર્લરની આડમાં ડ્રગ્સ વેચતો પરબત ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાથી તેમના ડ્રગ્સ ડીલર કોણ છે તે અંગે પૂછપરછ કરવા રિમાન્ડ મેળવવાની તજવી છે પોલીસે હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news