हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
6 August news
6 august news News
Shrey hospital
વડોદરાનું ફાયર વિભાગ ઊંઘમાંથી જાગ્યું, ગોત્રી અને સયાજી હોસ્પિટલને NOC માટે નોટિસ ફટ
અમદાવાદની શ્રેય કોવિડ હોસ્પિટલ (Shrey Hospital) ના આઈસીયુ વોર્ડમાં મોડી રાત્રે વિકરાળ આગ લાગી હતી. જેમાં કોરોનાના 8 દર્દીઓ જીવતા હોમાયા છે. ત્યારે શ્રેય હોસ્પિટલમાં આગ લાગવા મામલા બાદ વડોદરા પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે. મ્યુનિ કમિશનર નલિન ઉપાધ્યાયે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. વડોદરા (vadodara) ની તમામ કોવિડ હોસ્પિટલમાં ફાયરની સુવિધા કેવી છે તે અંગે તેઓએ તપાસના આદેશ આપ્યા છે. સરકારી ખાનગી મળી કુલ 84 કોવિડ હોસ્પિટલમાં તપાસ કરાશ. ફાયર બ્રિગેડના અધિકારીઓ હોસ્પિટલમાં જઈને તપાસ હાથ ધરશે. હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે નહિ તેની પણ તપાસ કરશે.
Aug 6,2020, 15:21 PM IST
Shrey hospital
ખાનગી હોસ્પિટલોમાં બનતા કોરોનાના બિલ સામે સરકારે શ્રેય હોસ્પિટલ આગમાં કરેલી સહાય ચણા
અમદાવાદની શ્રેય હોસ્પિટલ (Shrey Hospital) માં 8 કોરોનાના દર્દી જીવતા ભૂંજાયા છે. ત્યારે મૃતકોના વારસદાર અને ઈજાગ્રસ્તો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. મૃતકના વારસદારને મુખ્ય મંત્રી રાહત નીધિમાંથી 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. સાથે જ આ ઘટનામાં ઇજા પામેલા ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે. તો પીએમઓ ઓફિસ તરફથી મૃત્યુ પામલે દર્દીઓના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તો સાથે જ આગમાં ઘાયલ થયેલા દર્દીઓને 50,000 રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે. ત્યારે સવાલ છે કે, જે રકમ ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા જે રકમ જાહેર કરવામાં આવે છે, તે કોરોનાના દર્દીઓના બનતા બિલ સામે સાવ ચણામમરા જેવી છે. ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓનું બિલ લાખો રૂપિયામાં બનતું હોય છે. કોરોનાના દર્દીને હોસ્પિટલમાં રાખવાનો એક દિવસનો ચાર્જ જ હજારોમાં વસૂલાતો હોય છે અને જ્યારે દર્દી હોસ્પિટલ છોડીને જાય છે ત્યારે લાખોનું બિલ ચૂકવીને બહાર નીકળે છે.
Aug 6,2020, 14:17 PM IST
Shrey hospital
આગ લાગ્યા બાદ જ સરકાર કૂવો ખોદવા નીકળે છે, સુરત આગકાંડમાં પણ એવુ જ થયું હતું
અમદાવાદની શ્રેય હોસ્પિટલ (Shrey Hospital) માં લાગેલી આગ બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે. કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો અને રાજ્યની બીજી હોસ્પિટલોમાં પણ ફાયર સેફ્ટીની સુવિધા માટે વિશેષ ચેકિંગ હાથ ધરાશે. હોસ્પિટલ (Ahmedabad Hospital Fire) માં ફાયર સેફ્ટીની સુવિધાઓ અંગે ચેકિંગ હાથ ધરાશે. તેમજ ફાયર સેફ્ટીની પુરતી સુવિધાઓ ન ધરાવતી હોસ્પિટલોને સીલ કરવા સુધીની કાર્યવાહી કરાશે તેવી સૂચના આપી દેવાઈ છે. પરંતુ જમીની હકીકત એ છે કે, સરકાર આગ લાગ્યા પછી જ કૂવો ખોદવા નીકળે છે. સુરતમાં તક્ષશિલા આગકાંડ પણ આવુ જ થયું હતું. પરંતુ સરકાર સુરતની ઘટનાથી કોઈ બોધપાઠ લઈ શકી નથી. ગુજરાતમાં સંખ્યાબંધ ઈમારતો, હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી નથી. આ ઈમારતો ફાયર સેફ્ટી વગર ધમધમે છે. સુરત અગ્નિકાંડ (surat fire tragedy) બાદ પણ આવી જ રીતે ચેકિંગના આદેશો અપાયા હતા. સરકારની આવી જ બેદરકારીને કારણે એક વર્ષ પહેલા 22 માસુમો જીવતા ભૂંજાયા હતા, અને આજે 8 કોરોનાના દર્દીઓને આગની જ્વાળામાં લપેટાયા બાદ મોતના મુખમાં ગયા છે. પરંતુ સવાલ એ છે કે, ક્યારે તંત્ર જાગશે. તંત્રની આંખ ખોલવા માટે આવી ઘટના બનતી રહેવી જોઈએ? ઘટનાઓ બાદ સરકારી બાબુઓ પાછા આળસ મરોડીને ખુરશી પર બેસી જાય છે. જો સમયાંતરે આ બાબતે ચેકિંગ કરવામાં આવે તો ગુજરાત દર વર્ષે આવી ઘટનાઓનું સાક્ષી નહિ બને.
Aug 6,2020, 12:55 PM IST
Shrey hospital
શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ - પતિ ચાર દિવસ પહેલા જ કોરોના મુક્ત થયા, પણ 72 વર્ષીય લીલાવ
અમદાવાદની શ્રેય હોસ્પિટલ (Shrey Hospital) માં ખેલાયેલા આગકાંડમાં કોરોનાના 8 દર્દી જીવતા ભૂંજાયા છે. જેમાં 72 વર્ષીય લીલાવતીબેન શાહનું પણ નિધન થયું છે. લીલાવતીબેનના પરિવારથી તેમનો પરિવાર શોકમગ્ન બન્યો છે. પરિવારના મોભી ગુમાવ્યા બાદ પરિવારે હોસ્પિટલ (Ahmedabad Hospital Fire) પર આક્રોશ કરતા જણાવ્યું કે, ‘અમને રોષ એ વાતનો છે કે, ઘટનાને 7 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી અમને જાણ નથી કરાઈ. અમને બહારથી આગ લાગ્યાની જાણ થઈ ત્યારે માલૂમ પડ્યું.’
Aug 6,2020, 12:17 PM IST
Shrey hospital
શ્રેય હોસ્પિટલના સંચાલક ભરત મહંતનું ભાજપ કનેક્શન નીકળ્યું, પિતા કોંગ્રેસ સરકારમાં મં
મોડી રાત્રે આગકાંડમાં 8 કોરોના દર્દીના મોતા બાદ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલ (Shrey Hospital) ને સંપૂર્ણ ખાલી કરી સીલ મારી દેવાયું છે. તો સાથે જ શ્રેય હોસ્પિટલના આગકાંડ (Ahmedabad Hospital Fire) બાદ હોસ્પિટલના સંચાલક અને મેનેજરની અટકાયત કરવામા આવી હતી. હોસ્પિટલના 4 પૈકી એક સંચાલક ભરત મહંત (Bharat Mahant) ને પૂછપરછ માટે લઈ જવાયા છે. હોસ્પિટલના મેનેજરની પણ પૂછપરછ કરાઈ છે. ત્યારે હોસ્પિટલના સંચાલક ભરત સંચાલક વિશે મોટી માહિતી સામે આવી છે, કે તેઓ ભાજપના નેતા છે. તેમજ કોંગ્રેસ સાથે પણ તેમના પરિવારનો જૂનો નાતો રહ્યો છે.
Aug 6,2020, 11:39 AM IST
અમદાવાદ
કઈ રીતે શ્રેય હોસ્પિટલમાં આગ લાગી, નાયબ મુખ્યમંત્રીએ આપ્યું કારણ
અમદાવાદની શ્રેય હોસ્પિટલ (Shrey hospital) માં કોરોનાની સારવાર લઈ રહેલા 8 દર્દીઓના મોત નિપજ્યા છે. આ ઘટનાની જાણ થતા જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ આગ લાગવાનું કારણ જણાવ્યું હતું કે...
Aug 6,2020, 10:03 AM IST
અમદાવાદ
શ્રેય હોસ્પિટલમાં મૃતકોના સ્વજન અને ઘાયલો માટે PM મોદી દ્વારા સહાયની જાહેરાત
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોનાના 8 દર્દીઓના મોત નિપજ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાની અંગે તલસ્પર્શી તપાસ 3 દિવસમાં કરીને આ ઘટના કઈ રીતે બની તેમજ તેની પાછળ જવાબદાર લોકો સહિતનો અહેવાલ રાજ્ય સરકારને તાત્કાલિક આપવા આદેશ કર્યા છે. તો બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ અમદાવાદની શ્રેય હોસ્પિટલની આગમાં મૃત્યુ પામલે દર્દીઓના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તો સાથે જ આગમાં ઘાયલ થયેલા દર્દીઓને 50,000 રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે.
Aug 6,2020, 9:24 AM IST
અમદાવાદ
આગ બાદ શ્રેય હોસ્પિટલમાં બહાર દર્દીઓના સ્વજનોનો આક્રોશ, કહ્યું-હોસ્પિટલ સાચી માહિતી
ગુજરાતની કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની પ્રથમ ઘટના બની છે. જેમાં 8 દર્દીઓના મોત નિપજ્યાં છે. હોસ્પિટલના તંત્ર દ્વારા અનેક માહિતીઓ છુપાવવામાં આવી રહે છે તેવો દર્દીઓના સ્વજનો દ્વારા આક્રોશ કરાયો છે. મોટી સંખ્યામાં દર્દીઓના સ્વજનો હોસ્પિટલની બહાર એકઠા થયા છે. પરંતુ તેઓને સવારથી કોઈ જ માહિતી આપવામાં આવી નથી રહી. તેથી સ્વજનો દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરાયો છે. તેઓનું કહેવું છે કે, અમને હોસ્પિટલમાંથી રૂપિયા માટે ફોન આવ્યો છે. આગ અંગે અને દર્દીઓની પરિસ્થિતિ અંગે કોઈ જાણ કરાઈ નથી. સ્વજનોમાં રોષ જોવા મળ્યો. તેઓને કોઈ પ્રકારની માહિતી આપવામાં આવી નથી રહી. કેટલાક સ્વજનોએ એમ પણ કહ્યું કે, હોસ્પિટલ સાચી માહિતી છુપાવી રહી છે. આગ નહિ, પણ ઓક્સિજનની અછતથી મોત થયું હોય તેવું લાગે છે. હોસ્પિટલમાં દર્દીઓના સ્વજનોએ ભારે આક્રંદ કર્યો હતો. તેઓ પોતાના સ્વજન સ્વસ્થ છે કે નહિ તે જાણવા માંગતા હતા. હોસ્પિટલના સત્તાધીશો તેમની સાથે વાત કરવા માંગતા નથી.
Aug 6,2020, 8:29 AM IST
સુરત
દર્દીઓને હિંમત આપનાર સુરતના 36 વર્ષીય તબીબ ખુદ કોરોના સામે હાર્યા, ભારે હૈયે વિદાય અ
કોરોનાનો સૌથી વધુ ડર કોરોના વોરિયર્સને રહે છે. દર્દીઓની વચ્ચે સારવાર કરતા અનેક કોરોના વોરિયર્સનો ભોગ પણ લેવાયો છે. પરંતુ સુરતના એક કોરોના વોરિયરનું મોત દિલ રડાવી દે તેવું છે. સુરતની વિનસ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો હિતેશ લાઠીયાનું નિધન થયું છે. વિનસ હોસ્પિટલમાં કોરોના દર્દઓની સારવાર દરમિયાન તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. બુધવારે તેઓએ કોવિડ કેર સેન્ટરમાં અંતિમ શ્વાસ લીધા હતા. પરંતુ ડો. હિતેશ માત્ર 36 વર્ષના જ હતા. કોઈ યુવા તબીબનું કોરોનાથી અવસાન થયું હોય તેવો આ પહેલો કિસ્સો છે. હોસ્પિટલના અન્ય સ્ટાફે તેઓને ભારે હૃદયે અંતિમ વિદાય આપી હતી.
Aug 6,2020, 7:58 AM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો