તમે મહેસાણા જાઓ છો તો ઘરે પુરુષો આવે છે : 65 વર્ષે મહિલાને જવાની ખીલતા પતિએ તગેડી મૂકી
Ahmedabad News : 75 વર્ષના વૃદ્ધે ફેમિલી કોર્ટમાં રજૂઆત કરી કે, તેની બીજી પત્ની અને તેના 10થી વધુ પુરુષ મિત્રોએ ભેગા થઇને તેમની તમામ મરણમૂડી અને ફ્લેટ પચાવી પાડ્યો
Trending Photos
Love Story : અમદાવાદમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. યુવાવસ્થામાં પ્રેમ પ્રકરણોના કિસ્સા તો બહુ જોયા છે. પરંતુ અમદાવાદની એક વૃદ્ધાને 65 મા વર્ષે જવાની ખીલવાનો કિસ્સો તમને ચોંકાવી દેશે. મારે એક નહીં 50 પુરૂષો સાથે સંબંધ છે.. તેવું કહીને પત્નીએ 75 વર્ષના વૃદ્ધ પતિને ઘરમાંથી કાઢી મૂક્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ જસદણના શખ્સ વર્ષ 1969 માં અમદાવાદ આવીને સ્થાયી થયા હતા. તેઓ તે સમયે જીઆઈડીસીમં ચોથા વર્ગના કર્મચારી તરીકે નોકરી કરતા હતા. વર્ષ 1978 માં તેમના લગ્ન થયા હતા. લગ્ન બાદથી જ તેમના પરિવારમાં ઘરકંકાસ શરૂ થયો હતો. આ દરમિયાન તેઓ દૂરદર્શન આકાશવાણી કાર્યક્રમમાં ગાયનનું કામ કરતા હતા. જ્યાં તેમનો પરિચય એક યુવતી સાથે થયો હતો. પૂજાએ આ શખ્સને બાદમાં નોકરી અપાવી હતી. આ બાદ શખ્સે પત્ની સાથે છૂટાછેડા લીધા હતા, અને યુવતી સાથે લગ્ન કર્યા હતા.
આ બાદ શખ્સે એક ફ્લેટ ખરીદ્યો જેની માલિકી બીજી પત્નીને આપી હતી. આ દરમિયાન શખ્સની બદલી મહેસાણા થઈ હતી. તેથી તેઓ અઠવાડિયામાં એકવાર મહેસાણા જતા, અને વિકેન્ડમાં અમદાવાદ આવતા હતા. તેઓ અમદાવાદ આવે તો તેમના પાડોશીએ તેમને સઘળી હકીકત જણાવી કે, તમે મહેસાણા જાવ છો ત્યારે ઘણા બધા પુરૂષો અહીં ઘરે આવે છે. પરંતુ શખ્સે પાડોશીઓની વાતને ગણકારી ન હતી.
આમ સમય વીતતો ગયો અને બીજી પત્નીએ પણ ત્રાસ ગુજારવાનું શરૂ કર્યુ હતું. 2021 સુધી આ સિલસિલો ચાલુ રહ્યો. પતિ તેની બીજી પત્નીની હરકતોથી કંટાળ્યા હતા. તેઓને જાણવા મળ્યું કે, પત્નીના પર પુરુષો સાથે સંબંધો છે. આવામાં તેમની પત્નીએ એકવાર તેમના નોકરને કહ્યું કે, મારે 50 લોકો સાથે સંબંધ છે. તેથી પતિએ પત્નીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરાવ્યું તો, પત્નીના આડા સંબંધો સામે આવ્યા હતા. પત્નીની અશ્લીલ ચેટ પણ જોવા મળી. તેથી પતિએ પત્ની વિરુદ્ધ ફરિયાદ કરીને છુટાછેડા માટે અરજી કરી છે.
સાથે જ પતિએ કેટલાક પુરુષોના નામ પણ આપ્યા, જેની સાથે તેની પત્નીના સંબંધો છે. હવે આ વૃદ્ધ 75 વર્ષના થયા છે, અને તેમને ટીબી, અસ્થમા, કેન્સર, બ્લડ પ્રેશર અને આર્થરાઇટીસ સહિતના રોગ છે. ત્યારે પત્નીથી ત્રસ્ત થઈને તેઓએ છુટાછેડા માંગ્યા છે. તેઓએ ફેમિલી કોર્ટમાં રજૂઆત કરી કે, તેની બીજી પત્ની અને તેના 10થી વધુ પુરુષ મિત્રોએ ભેગા થઇને તેમની તમામ મરણમૂડી અને ફ્લેટ પચાવી પાડ્યો છે અને તેમને ઘરની બહાર કાઢી મૂક્યા છે. તેની બીજી પત્ની હાલ 68 વર્ષની છે તેના અનેક પુરુષ મિત્રો સાથે અનૈતિક સંબંધો છે. છેલ્લા કેટલાય વર્ષોથી પત્ની રોજ બપોરે તૈયાર થઇને ઘરની બહાર જતી રહે છે અને રાત્રે 11.30 - 12 વાગે આવે છે. ઘરનાં તમામ કામ પતિ પાસે કરાવે છે.. 75 વર્ષીય લાલદાસ હરિયાણીએ કોર્ટ સમક્ષ અનૈતિક સંબંધોના પુરાવા પણ રજૂ કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે