ગુજરાતના આ શહેરમાં વાહન ધીમે ચલાવજો, નહિ તો પોલીસ ફટકારશે દંડ

ગુજરાતના આ શહેરમાં વાહન ધીમે ચલાવજો, નહિ તો પોલીસ ફટકારશે દંડ
  • નિયમ ભંગ કરનારા વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે
  • અમદાવાદ પોલીસે વાહનની સ્પીડને લઈને જાહેરનામું બહાર પાડ્યું

ઉદય રંજન/અમદાવાદ :રસ્તા પર વધી રહેલું ટ્રાફિકનું ભારણ, અકસ્માતોના પ્રમાણને જોતા વિવિધ નિયમો લાગુ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે સ્પીડમાં વાહનો હંકારતા લોકો પર લગામ મૂકાશે. અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ હવે અમદાવાદના રસ્તાઓ પર એક લિમિટથી વધુ સ્પીડમાં વાહન હંકારી નહિ શકાય. લિમિટ બહાર વાહન હંકારનારને દંડ થશે. 

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે વાહનની ઓવર સ્પીડિંગ અને વાહનોની નોર્મલ સ્પીડને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરી વિસ્તારોમાં ટુ વ્હીલર માટે 60ની સ્પીડ નક્કી કરવામાં આવી છે. તો ફોર વ્હીલર માટે 40 ની સ્પીડમાં વાહન હંકારવાની લિમિટ આપવામાં આવી છે. અમદાવાદ પોલીસ દ્વારા આ નિયમના ભંગ બદલ કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. નિયમ ભંગ કરનારા વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે.

કયા કયા નિયમો મૂકાયા 

  • શહેરી વિસ્તારોમાં ટુ-વહીલર માટે 60ની સ્પીડે વાહન હંકારવુ પડશે
  • ફોર વ્હીલર ચાલકોએ 40 ની સ્પીડમાં વાહન હંકારવું
  • ટ્રાન્સર્પોટેશનનું કામ કરતા વાહનો, જેમાં આઠ કરતા વધુ સીટ ધરાવનારા વાહનોની સ્પીડ 70 ની રાખવાની રહેશે
  • ટ્રેકટરની સ્પીડ 30ની રહેશે
  • ટ્રાન્સર્પોટેશનના ટુ વ્હીલર માટે 60 ની સ્પીડ નિર્ધારિત કરાઈ છે
  • શહેરી વિસ્તારમાં ટેક્સી ચાલકો માટે 40 ની સ્પીડ નક્કી કરાઈ છે
  • કેબ માટે 50 ની સ્પીડ નક્કી કરવામાં આવી 

આ પણ વાંચો : જશ ખાંટવાના ચક્કરમાં સુરતના મેયર હેમાલી બોઘાવાલા ભેખડે ભેરવાયા 

જાહેરનામા મુજબ, ભારે વાહનો માટે જાહેરનામામાં ખાસ નિયમો મૂકવામાં આવ્યા છે. કારણ કે આવા ભારે વ્હીકલથી અકસ્માતની સંભાવના વધુ રહે છે. જેના કારણે નિર્દોષ લોકોના મોત નિપજે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news