TRAI એ જાહેર કરી 40 ડિફોલ્ટર કંપનીઓની યાદી, SBI, HDFC Bank, ICICI Bank નો સમાવેશ

State Bank of India, HDFC Bank, Punjab National Bank, Axis Bank, Bank of Baroda, HDFC Bank માં તમારું ખાતું છે કે તમારા માટે ખૂબ મહત્વના સમાચાર છે. કારણ આગામી દિવસોમાં તમને બેકિંગ સેવાઓમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

TRAI એ જાહેર કરી 40 ડિફોલ્ટર કંપનીઓની યાદી, SBI, HDFC Bank, ICICI Bank નો સમાવેશ

નવી દિલ્હી: State Bank of India, HDFC Bank, Punjab National Bank, Axis Bank, Bank of Baroda, HDFC Bank માં તમારું ખાતું છે કે તમારા માટે ખૂબ મહત્વના સમાચાર છે. કારણ આગામી દિવસોમાં તમને બેકિંગ સેવાઓમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 27 માર્ચથી 4 એપ્રિલ સુધી 7 દિવસ બંધ રહેશે.પરંતુ આ દરમિયાન વધુ એક ચિંતાજનક સમાચાર છે કે તમને ઓનલાઇન બેકિંગમાં સમસ્યા આવી શકે છે. 

ફ્રોડ SMS રોકવાનો પ્રયત્ન
વણજોઇતા અને ફ્રોડ SMS થી લોકોને છુટકારો અપાવવા માટે ટેલિકોમ રેગુલેટરી ઓથોરિટી TRAI એ કોમર્શિયલ મેસેજ પર લગામ કસવા માટે એક પક્રિયા શરૂ કરી છે. તેમાં કંપનીઓને કહેવામાં આવ્યું છે કે એક ફોર્મેટમાં SMS ને TRAI સાથે રજિસ્ટર્ડ કરાવો જેથી ગ્રાહકો સુધી યોગ્ય મેસેજ પહોંચે અને તે કોઇ ફ્રોડનો શિકાર ન બને, પરંતુ  TRAI ના આ આદેશને ઘણી કંપનીઓ ગંભીરતાથી લઇ રહી નથી, જેનું નુકસાન તેમના ગ્રાહકોને ઉઠાવવું પડી શકે છે. 

TRAI એ જાહેર કરી 40 ડિફોલ્ટર કંપનીઓની યાદી
ટેલીકોમ રેગુલેટર TRAI એ એવી 40 ડિફોલ્ટર કંપનીઓની યાદી જાહેર કરી છે. જેમાં ઘણી મોટી બેંક જેમ કે HDFC Bank, SBI and ICICI Bank, Axis Bank સામેલ છે. આ તમામ કંપનીઓ (principal entities) TRAI એ વારંવાર ચેતાવણી આપ્યા બાદ બલ્ક કમર્શિયલ SMS ના રેગુલેટરી નિયમોનું પાલન કરી રહી નથી.

કંપનીઓને 31 માર્ચ સુધી ડેડલાઇન
TRAI એ પોતાના આદેશનું પાલન ન થતું જોઇ હવે તે તમામ પર કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. Telecom Regulatory Authority of India (TRAI) એ તમામ ડિફોલ્ટર કંપનીઓને ચેતાવણી આપી છે કે જો તે ઇચ્છે છે કે તેમના ગ્રાહકોને મેસેજ મળવામાં કોઇ પરેશાની ન હોય તો 1 એપ્રિલ 2021 સુધી આદેશનું પાલન કરવું પડશે. 

ત્યારબાદ SMS ને રિજેક્ટ કરી દેશે સિસ્ટમ
TRAI એ કહ્યું કે પ્રિંસિપલ એંટિટીઝ/ટીલીમાર્કેટર્સને ઘણી તક આપવામાં આવી છે, ગ્રાહકોને તેમને મળનાર ફાયદાથી વધુ દૂર રાખી શકાય નહી. એટલા માટે નક્કી કરવામાં આવ્યું છે કે હવે 1 એપ્રિલ 2021 થી કોઇપણ મેસેજ રેગુલેટરી જરૂરિયાતોને પુરા ન કરવાના કારણે 'Scrubbing Process' માં ફેલ થયા તો તેમને સિસ્ટમ તરફથી રિજેક્ટ કરી દેવામાં આવશે. 

શું છે SMS scrubbing પ્રક્રિયા
કોમર્શિયલ મેસેજનું TRAI નો આ નિયમ બ્લોકચેન ટેક્નોલોજી પર આધારિત છે, જેનાથી વણજોઇતા અને ફ્રોડ મેસેજ પર લગામ લાગશે. જોકે કોમર્શિયલ ટેકસ્ટ મેસેજ મોકલનાર આ કંપનીઓને ટેલીકોમ ઓપરેટરની સાથે મેસેજ હેડર અને ટેમ્પ્લેટને રજિસ્ટર કરવું પડશે. કંપનીઓને જેમ કે બેંક, પેમેન્ટ કંપનીઓ, વિમા કંપનીઓ અને બીજી કંપનીઓ જ્યારે SMS અને OTP મોકલશે, તો આ તમામને બ્લોકચેન પ્લેટફોર્મ પર તેમના રજિસ્ટર્દ ટેમ્પલેટ વડે ચેક કરવામાં આવશે. આ સાથે  SMS scrubbing પ્રક્રિયા કહે છે. 

બેંકોના OTP નહી મળે, તો લેણદેણ કેવી રીતે થશે?
TRAI નું કહેવું છે કે કંપનીઓ (Principal Entities) જેમાં મોટી બેંક જેમ કે State Bank of India, HDFC Bank, Punjab National Bank, Axis Bank, Bank of Baroda વગેરે સામેલ છે. જરૂરી પેરામીટર્સનું પાલન કરી રહી નથી, જેમ કે કંટેટ ટેમ્પલેટ  IDs, PE IDs વગેરે. એવામાં થશે એવું કે આ બેંકોના ગ્રાહક જો કોઇ ઓનલાઇન લેણદેણ કરે છે તો તેમને OTP નહી આવે, કારણ કે SMS scrubbing પ્રક્રિયામાં આ બેંકોના OTP મેસેજ અથવા કોઇ બીજા જરૂરી મેસેજ સિસ્ટમથી જ રિજેક્ટ થઇ જશે. 

ઓનલાઈન ફ્રોડથી આ રીતે બચો
ડિજિટલ થતી બેંકિંગ વ્યવસ્થાએ ચીજોને સરળ કરવાની સાથે સાથે જોખમ પણ પેદા કર્યું છે. સાઈબર ક્રાઈમથી બચવા માટે તમારે કેટલીક સાવધાની વર્તવી જોઈએ. જેમાંથી કેટલીક અમે તમને જણાવી રહ્યા છીએ. 

1. ક્યારેય કોઈની પણ સાથે તમારો OTP શેર ન કરો. 
2. જો તમારી પાસે આવો કોઈ SMS આવે જેમાં કોઈ લિંક આપવામાં આવી છે તો તેને ક્યારેય ન ખોલો. ઓનલાઈન ફ્રોડ કરનારા હંમેશા SMS મોકલે છે જેમાં એક લિંક હોય છે. આ લિંકને ક્લિક કરતાની સાથે જ તમે ઓનલાઈન ફ્રોડનો શિકાર બની જશો. 
3. OR કોડ દ્વારા પણ ફ્રોડને અંજામ અપાય છે. આ માટે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં OR કોડને સ્કેન કરતા પહેલા જોઈ લો કે પૈસા તમારા એકાઉન્ટથી જઈ રહ્યા છે કે આવી રહ્યા છે. આવા ફ્રોડ સામાન્ય રીતે OLX પર વધુ જોવા મળે છે. 
4. હંમેશા મોટી અને સારી વેબસાઈટથી જ ઓનલાઈન શોપિંગ કરો. કોઈ પણ અજાણી સાઈટથી શોપિંગ ન કરો. આવી વેબસાઈટ પર સામાન વધુ સસ્તામાં દેખાડીને ફ્રોડ કરવામાં આવે છે. ફ્રોડ બાદ આવી કંપનીઓ સાથે સંપર્ક પણ મુશ્કેલ બની જાય છે. 
5. તમારું ક્રેડિટ/ડેબિટ કાર્ડ તમારી સામે જ સ્વાઈપ કરાવો. નાના ટ્રાન્ઝેક્શન માટે કાર્ડ ટેપ કરાવો. તમારો ATM નો પાસવર્ડ ક્યારેય કોઈની સાથે શેર ન કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news