અમદાવાદીઓનું જે થવું હોય તે થાય પણ માનિતાઓને સાચવી રહી છે AMC, કોંગ્રેસ બગડી

સ્પોર્ટસ કોમ્પલેક્ષ યુવાન ખેલાડીઓ માટે નહી પરંતુ કોન્ટ્રાકટરો ના લાભ માટે બનાવતુ અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન

અમદાવાદીઓનું જે થવું હોય તે થાય પણ માનિતાઓને સાચવી રહી છે AMC, કોંગ્રેસ બગડી

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: અમદાવાદ મ્યુનિ કોર્પોરેશનની રીક્રિએશન કમિટી દ્વારા અમદાવાદ શહેરમાં વિવિધ સ્થળે બનાવવામાં આવેલા સ્પોર્ટસ કોમ્પલેક્ષ પાછળનો હેતુ અમદાવાદ શહેરના યુવા ખેલાડીઓને રમત ગમતની સુવિધા આપવા કરતા પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવાનો હોય તેવુ સ્પષ્ટપણે દેખાઇ આવે છે.

અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન દ્વારા હાલ મા નવીન બનેલ મણીનગર સ્પોર્ટસ સંકુલ પોતાની રીતે ચલાવવાને બદલે પોતાના માનીતા કોન્ટ્રાક્ટર 7 સ્ટાર સ્પોર્ટસને દસ વર્ષ માટે પી.પી.પી ધોરણે ચલાવવા માટે નજીવી રકમ લઇ પધરાવી દેવામા આવ્યુ છે. અગાઉ રીવરફ્રન્ટ ખાતે બનાવવામાં આવેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષનો કોન્ટ્રાક્ટ અદાણીની કંપનીને આપવા માટે 4 વર્ષ સુધી સ્પોર્ટસ કોમ્પલેક્ષ બંધ રાખવામા આવ્યુ. અને હવે 4 વર્ષ બંધ રાખ્યા બાદ આ કોમ્પલેક્ષનો કોન્ટ્રાક્ટ અદાણીની કંપનીને આપવાનુ આયોજન કરવામા આવ્યુ છે. આજ રીતે શહેરમાં બનાવવામાં આવેલા ટેનીસ કોર્ટ બંધ અવસ્થામાં જોવા મળી રહ્યા છે.

અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન દ્વારા 7 સ્ટાર સ્પોર્ટસને 10 વર્ષ માટે પી.પી.પી. ધોરણે ચલાવવા માટે આપી દેવામા આવ્યુ તે પાછળ અમદાવાદ મ્યુનિ કોર્પોરેશનનો હેતુ સાફ દેખાઇ આવે છે કારણ કે કોઇ પણ કોન્ટ્રાક્ટ વધુમાં વધુ 3 વર્ષ માટે આપી સકાય અને જો કોન્ટ્રાક્ટર ની કામગીરી યોગ્ય જણાય તો ત્યારબાદ મુદ્દત વધારી શકાય. 

આ પ્રક્રિયા યોગ્ય કહેવાય પરંતુ અહીં અમદાવાદ મ્યુનિ કોર્પોરેશનનો હેતુ યુવાનોને સ્પોર્ટસ સુવિધા આપવાનો નહી, પરંતુ કોન્ટ્રક્ટરોના લાભનો હોઇ આ રીતે 10 વર્ષના લાંબા સમયગાળા માટે પોતાના માનીતા કોન્ટ્રાકટરને પધરાવી દેવામા આવ્યુ છે. આ કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ 10 વર્ષનો નહી પરંતુ 3 વર્ષનો કરવામાં આવે અન્યથા આ પ્રક્રિયાનો કૉંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ કરવામા આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news