એમ થેન્નારેશન: AC ઓફિસમાં ચીટકી રહેનારાને VRS લેવડાવશે આ IAS, અમદાવાદની બદલાશે શકલ

ઓક્ટોબોર 2022 માં અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્રર તરીકેનો કાર્યભાળ સંભાળ્યા બાદ એમ થન્નારસને એએમસીના વિવિધ વિભાગો અને અધિકારીઓ પાસેથી અત્યંત કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યુ છે. 

એમ થેન્નારેશન: AC ઓફિસમાં ચીટકી રહેનારાને VRS લેવડાવશે આ IAS, અમદાવાદની બદલાશે શકલ

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: રાજ્યની સૌથી મોટી મહાનગરપાલીકા અમદાવાદના મ્યુનિલિપલ કમિશ્નર દ્વારા બોલાવાતી ઉચ્ચ અધિકારીઓની સતત બેઠક હાલ એએમસી અધિકારીઓમાં ચર્ચાનુ કેન્દ્ર બની છે. કારણકે મ્યુનિસિપલ કમિશ્નર એમ થેન્નારસન દિવસ દરમ્યાન 6 થી 7 મિટીંગ બોલાવતા હોવાથી અધિકારીઓ સતત મિટીંગમાં જ વ્યસ્ત રહે છે. જેના કારણે તેઓ પોતાના વિભાગના ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓ પાસે કમિશ્નરની અપેક્ષા મુજબ કામ લઇ શકતા નથી. 

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અધિકારીગણમાં એક ચર્ચા એવી પણ છે કે કમિશ્નર મિટીંગ બોલાવે છે તે યોગ્ય છે, પરંતુ સતત મિટીંગ બોલવવાના કારણે કમિશ્રર તરફથી મળેલી સુચનાઓ વિભાગના ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓ સુધી પહોંચાડી શકાતી નથી. આ ઉપરાંત ખાતાના વડા પણ ગ્રાઉન્ડ લેવલે જઇ શકતા ન હોવાથી પોતાના વિભાગમાં જમીની લેવલે શુ ચાાલી રહ્યુ છે તેની જાણ થઇ શકતી નથી.

ઓક્ટોબોર 2022 માં અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્રર તરીકેનો કાર્યભાળ સંભાળ્યા બાદ એમ થન્નારસને એએમસીના વિવિધ વિભાગો અને અધિકારીઓ પાસેથી અત્યંત કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યુ છે, જે આજદિન સુધી યથાવત છે. ખાસ કરીને હોદ્દો સંભાળ્યો ત્યારથી આજદિન સુધીઓ તેઓ અગાઉના બે કમિશ્નર મુકેશ કુમાર અને લોચન શહેરાની સરખામણીમાં વહેલી સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં ઓચિંતા રાઉન્ડ પર નીકળી જાય છે. પરીણામે મ્યુનિસિપલ કમિશ્નર જે વિસ્તારમાં પહોંચતા હોય તે ઝોન અને વોર્ડના તમામ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓમાં દોડધામ મચી જાય છે. 

આટલુ ઓછુ હોય તેમ આ કમિશ્નર નાનામાં નાની બાબતોનુ ધ્યાન રાખીને દરેક બાબતોનુ ફોલોઅપ પણ એટલી જ સક્રીયતાથી લેતા રહે છે. પરીણામે તંત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સતત ઉચાટમાં રહે છે ક્યાંક કોઇ બાબતને લઇને તેમનો વાર ન પડી જાય. મ્યુનિસિપલ કમિશ્નરના આ વલણને લઇને કામ કરવામાં કોઇ આળસ કે મુશ્કેલી ન અનુભવતા કેટલાય અધિકારીઓ તરફથી આવકાર પણ મળી રહ્યો છે, તો કેટલાક એવા અધિકારીઓ પણ છે કે જેઓ પોતાની ઓફીસ માંથી બહાર નિકળવા ટેવાયેલા ન હોવાથી આ કમિશ્નરના કારણે તેમને પણ એસી ચેમ્બર છોડીને રોડ પર ફરવુ પડી રહ્યુ છે. 

નોંધનીય છેકે પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમાર અને લોચન શહેરા પોતાની ચેમ્બરમાંથી બહાર જ નહતા નિકળતા. જેના કારણે એએમસી તંત્રમાં લાંબા સયમ સુધી શિથીલતા આવી ગઇ હતી. એક ચર્ચા એવી પણ ઉઠી હતી કે સૈનાપતી યુધ્ધમાં ન ઉતરે તો પછી તેમના તાબા હેઠળનુ લશ્કર કેવી રીતે કામ કરે...પણ એમ થેન્નારસનના કેસમાં ઉલ્ટી ચર્ચા છે કે સેનાપતી એટલા સક્રીય છે કે, જેના કારણે એએમસીના સૈન્યને સતત દોડાવ્યા કરે છે. 

મ્યુનિસિપલ કમિશ્નર એમ થેન્નારસને સૌથી વધુ ઇજનેર, સોલીડ વેસ્ટ અને એસ્ટેટ અને ટેક્સ વિભાગની કામગીરી પણ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. જેના કારણે તેમના દ્વારા લેવાયેલા કેટલાક નિતી વિષયક નિર્ણયોના કારણે શહેરીજનનોને લાંબા ગાળે ફાયદો પણ થશે. 

તો બીજી તરફ કમિશ્નર તરફથી સતત કામ લેવાતુ હોવાથી કેટલાક અધિકારીઓએ તો વીઆરએસ પણ લઇ લીધુ છે અને હજી કેટલાય અધિકારી કર્મચારી આ બાબતે વિચારી પણ રહ્યા છે. હાલ તો અદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવી રહેલા એમ થેન્નારસન જે રીતે કામ કરી રહ્યા છે અને કામ લઇ રહ્યા છે, તેને જોતા એએમસી તંત્ર સતત દોડતુ નજરે પડી રહ્યુ છે એમા કોઇ શંકા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news