Contractors News

મહિસાગરમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગના કારણે ખેડૂત દંડાય છે
જિલ્લામાં કેનલોમાં મોટા મોટા ભ્રષ્ટચારના ગાબડા પાડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહયો છે. મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમ મારફતે સિંચાઇ માટે કેટલાય એવા જિલ્લાઓ સિંચાઇ તેમજ પીવાનું પાણી કેનાલ મારફતે પૂરું પાડવામાં આવી રહ્યું છે, ત્યારે કડાણા ડેમમાંથી નીકળતી કડાણા ડાબા કાંઠા સબ માઇનોર કેનાલમાં છાપોરા ગામ પાસે અંદાજીત 1 વર્ષ માં ત્રણ વખત મોટા મોટા ગાબડા પડતા આજુ બાજુના ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા. જેના કારણે કેટલાય હેકટરના ખેતરોમાં રહેલો ઉભો પાક નષ્ટ થઈ ગયો. લુણાવાડા તાલુકાના છાપોરા ગામે થોડા મહિના પહેલા પણ કેનાલનું મરામતનું કામ પૂર્ણ કર્યાને બે થી ત્રણ ત્રણ દિવસમાં મોટું ગાબડું પડી કેનલોમાં મોટી મોટી તિરાડો પડતા ખેડૂતોનો પાક પાણીમાં ધોવાઈ ગયો હતો. કેનાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવે છે, પરંતુ કામગીરી એટલી હલકી ગુણવત્તાનો માલ વાપરીને કરવામાં આવી રહી છે કે કામ કરતા જ ધોવાઈ જતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની હોવાનું સ્પષ્ટ રીતે જણાઇ આવે છે. 
Aug 23,2021, 23:55 PM IST
ST નિગમ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે કોલ્ડવોર? લેટરપેડ પર ગંભીર આક્ષેપો બાદ પોલીસ ફરિયાદ
ગુજરાત એસટી ઓફિસર્સ એસોસિયેશનના બનાવટી લેટરપેડ ઉપર એસટી નિગમના ચેરમેન અને તંત્ર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવતો લેટર સોશિયલ મિડિયામાં ફરતો થયો. જેને લઈને થલતેજના કોન્ટ્રાક્ટર સામે વાડજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ. ગુજરાત એસટી નિગમ અને સરકારની છબી ખરડાય તેવું કૃત્ય કરવા બદલ એસટી ડેપોમાં જાહેરખબરના બોર્ડ લગાવવાનું કામ કરતા થલતેજના કોન્ટ્રાક્ટર સામે વાડજ પોલીસમાં ગુનો નોંધાયો. ઓફિસર્સ એસોસિએશનના લેટરપેડનો દુરઉપયોગ કરનાર વ્યક્તિએ એસટી નિગમની છબી ખરડાય તેમજ એસટીના કૌભાંડનું લખાણ લખવામાં આવ્યુ છે. જેને લઈને એસટી ડેપોમાં જાહેરખબરના બોર્ડ લગાવવાનું કામ કરતા થલતેજના કોન્ટ્રક્ટર સામે વાડજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
Aug 1,2021, 19:37 PM IST
લોહિયાળ ભોજન: સુરતમાં કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરોનું ફાયરિંગ
શહેરના પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે કેટરીંગના ધંધાની હરીફાઈમાં લેબર કોન્ટ્રાકટર અને કારીગર ઉપર કારમાં આવેલા ચારથી પાંચ વ્યક્તિએ કરેલા ફાયરીંગમાં કારીગરને પડખામાં ઇજા થઈ હતી. જયારે હુમલાખોરોએ કોન્ટ્રાકટરને માથામાં કડછો મારતા તેને ઇજા થઈ હતી. બન્ને ને સારવાર માટે સિવિલ ખસેડયા હતા.સુરતના પાંડેસરા ગોવાલક રોડ દેવેન્દ્રનગર વિસ્તારમાં શુક્રવારે મધરાત બાદ 12.15 વાગ્યાના અરસામાં ઇકો કારમાં આવેલા ચારથી પાંચ વ્યક્તિએ કેટરીંગના લેબર કોન્ટ્રાકટરના નિખિલ બધોરીયા અને દોઢ મહિના અગાઉ જ આગ્રાથી સુરતમાં રસોઈયાની નોકરી માટે આવેલા 22 વર્ષીય કુલદીપ રામનિવાસ સિંગ ઉપર ફાયરીંગ કરતા કુલદીપ સિંગને પડખામાં ઇજા થઈ હતી. હુમલાખોરોએ નિખિલને માથામાં કડછો મારતા તેને પણ ઇજા થઈ હતી. 
Feb 27,2021, 17:39 PM IST

Trending news