જેલમાંથી બહાર આવવા તથ્ય પટેલના ધમપછાડા, હવે આ બીમારીનું બહાનું કાઢ્યુ

Tathya Patel Accident Case Latest News : અમદાવાદનો ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલે હૃદય સંબંધિત તકલીફને લઈ HCમાં હંગામી જામીન અરજી કરી, હાઇકોર્ટે ફ્રેશ મેડિકલ સર્ટિફિકેટ મંગાવ્યું
 

જેલમાંથી બહાર આવવા તથ્ય પટેલના ધમપછાડા, હવે આ બીમારીનું બહાનું કાઢ્યુ

Ahmedabad Accident અમદાવાદ : ઈસ્કોન બ્રિજ પર કારથી કચડીને 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલે હંગામી જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. તથ્ય પટેલે હાર્ટની બીમારીના નામે હાઈકોર્ટમાં જામીન માંગ્યા છે. હાઈકોર્ટે જેલ સત્તાધીશોને તથ્યના તાજેતરમાં કરેલા તબીબી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. તથ્ય પટેલની જામીન અરજી પર 14 જૂનના રોજ સુનાવણી હાથ ધરાશે.

ઈસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલે ગુજરાત હાઈકોર્ટમાં હંગામી જામીન અરજી કરી છે. જેમાં હૃદય સંબંધિત તકલીફને લઈને હંગામી જામીન માગવામાં આવ્યા છે. અરજદારના વકીલે જણાવ્યું હતું કે, અકસ્માત બાદ જુલાઈ મહિનાથી તે જેલમાં છે. 

આ પહેલા પણ કર્યું હતું બીમારીનું નાટક
આ વર્ષે માર્ચ મહિનામા પણ તથ્ય પટેલે બીમારીના બહાના હેઠળ જામીન અરજી કરી હતી. તથ્ય પટેલે વકીલ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં તબિયત ખરાબ હોવાને કારણે હંગામી જામીન અરજી કરી હતી. તથ્ય પટેલે છાતીમાં દુ:ખાવો અને અનિયમીત હ્ર્દયના ધબકારાની સારવાર માટે હંગામી જામીન અરજી કરી હતી. જોકે ગુજરાત હાઇકોર્ટે આ હંગામી જામીન અરજી ફગાવી દીધી હતી. 

કોર્ટે તેની સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં કરવા આદેશ કર્યો હતો. જેલના સત્તાધીશોએ તેના હૃદય સંબંધિત રિપોર્ટ કરાવતા તેને કોઈ તકલીફ જણાઈ ન હતી. તેનો ઈકો કાર્ડિયોગ્રામ પણ નોર્મલ આવ્યો હતો. 

તથ્યએ પોતાની કાર નીચે 9 લોકોને કચડ્યા હતા
ગત વર્ષે 20મી જુલાઈની રાત્રે 1.10 વાગ્યે તથ્ય પટેલે લોકોએ કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. અમદાવાદ ઈસ્કોન બ્રિજના અકસ્માતમાં 9 નિર્દોષોના મોતની તસવીરો હજી નજર સામે તરવરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news