અમદાવાદ: ઓનલાઇન ટ્રેડિંગના નામે ઠગાઇ કરતી ગુજરાતી ગેંગની ધરપકડ

ઓનલાઇન ટ્રેડિંગના નામે ઠગાઈ કરતી ગેંગ અગાઉ પણ પકડાઈ ચુકી છે. જેની તપાસમાં ઠગાઈ કરતી આ ટોળકી બહારના રાજ્યની હોવાનું ખુલતું હોય છે. પરંતુ પહેલીવાર ઓનલાઇન ઠગાઈના કિસ્સામાં ગુજરાતની ગેંગનો પર્દાફાશ થયો છે. આ ગેંગ ફોરેક્ષ ટ્રેડિંગમાં ઓટો ટ્રેડિંગના સોફ્ટવેરમાં ફ્રી ઍક્સેસ આપી એકાઉન્ટમાં નાણા જમા કરાવી ગ્રાહકોને છેતરતી હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું. 

અમદાવાદ: ઓનલાઇન ટ્રેડિંગના નામે ઠગાઇ કરતી ગુજરાતી ગેંગની ધરપકડ

ઉદય રંજન/અમદાવાદ: ઓનલાઇન ટ્રેડિંગના નામે ઠગાઈ કરતી ગેંગ અગાઉ પણ પકડાઈ ચુકી છે. જેની તપાસમાં ઠગાઈ કરતી આ ટોળકી બહારના રાજ્યની હોવાનું ખુલતું હોય છે. પરંતુ પહેલીવાર ઓનલાઇન ઠગાઈના કિસ્સામાં ગુજરાતની ગેંગનો પર્દાફાશ થયો છે. આ ગેંગ ફોરેક્ષ ટ્રેડિંગમાં ઓટો ટ્રેડિંગના સોફ્ટવેરમાં ફ્રી ઍક્સેસ આપી એકાઉન્ટમાં નાણા જમા કરાવી ગ્રાહકોને છેતરતી હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું. 

અમદાવાદ સાયબર ક્રાઈમ ની ગિરફતમાં ઉભેલા આ બંને આરોપી ચહેરા થી જેટલા માસૂમ છે. તેટલા જ ખતરનાક છે તેમના કારનામાં આરોપીના નામની વાત કરીએ તો જયેશ વાઘેલા અને કિરીટ કારેલીયા આ બંને શખ્સો સુરતમાં રહે છે. અને ઇન્ટન્ટરનેટના માધ્યમથી મેસેજ મોકલતા હતા. કે ફોરેક્ષ ઓટો ટ્રેડિંગ યુઝ કરો અને દર મહિને 30થી 45 હજાર રૂપિયા કમાવો હતો.

આતંકી હુમલાની દહેશતને પગલે ગુજરાત-રાજસ્થાનની રતનપુર બોર્ડર સીલ કરાઈ

આ પ્રકારની લાલચમાં જે વ્યક્તિ ફસાય તેને પહેલાતો ઓનલાઇન રૂપિયાની માયાજાળમાં ફસાવતા અને બાદમાં તેની પાસે ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા બેંકમાં ભરાવતા હતા. જો વ્યક્તિ રૂપિયા ભરે તો જ ઓનલાઇન ટ્રેડિંગ માટેની લિંક અને આઈડી પાસવર્ડ આપવામાં આવતો હતો. પરંતુ ઓનલાઇન ટ્રેડિંગની ગેમમાં પણ એક રહસ્ય હતું. જે ગ્રાહકો સમજી શકતા ન હતા. અને આરોપીઓનો શિકાર બની જતા હતા.

સુરત : રમતા-રમતા 2 વર્ષનો બાળક 35 લિટરની ટાંકીમાં ડૂબી ગયો, પરિવારે શોધખોળ કરતા મૃત મળ્યો

ઝડપાયેલ બંને આરોપી જે પણ વ્યક્તિ પાસે રૂપિયા ભરાવતા અને આઈડી પાસવર્ડ આપતા હતા. તે માત્ર એક અઠવાડિયા સુધી જ ચાલતું અને બાદ માં બંધ થઈ જતું. એટલે કે આરોપીઓ ટ્રેડિંગના સોફ્ટવેરનું ડેમો વર્ઝન આપતા અને લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા. જેમ જેમ ભોગ બનનારા લોકો વધતા ગયા તેમ તેમ આરોપીઓના ઠગાઈના કિસ્સાઓની હક્કીક્ત પોલીસ સુધી પહોંચવા લાગી હતી. જેમાં અમદાવાદ સાયબર ક્રાઇમે ફરિયાદના આધારે ઠગાઈને અંજામ આપતી આ ટોળકીને ઝડપી પાડી હતી.

માત્ર ગુજરાતમાં જોવા મળતા ટાઈગર બટરફ્લાયને સ્ટેટ બટરફ્લાય જાહેર કરવાની તૈયારી

તપાસમાં જયેશ અને કિરીટ સહિત મુખ્ય ભેજાબાજ શખ્સ વિવેક યાદવને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ઓનલાઇન ફોરેક્ષ ટ્રેડિંગની લોભામણી જાહેરાત માટે મેસેજ કરવાનો ડેટા ખરીદતા હતા. ત્યારબાદ શરૂ થતું હતું. આ આરોપીઓનું ફિસિંગ ષડયંત્ર સાયબર ક્રાઇમે આ ફોરેક્ષ ટ્રેડિંગના કૌભાંડનો પર્દાફાશ કરી ગુજરાતની ઠગ બાજ ટોળકીને ઝડપી પાડી છે. અને મુખ્ય આરોપીને શોધવા ટિમને મુંબઇ રવાના કરી હતી.

ઉપરવાસમાં વરસાદથી નર્મદા નદી અને બનાસ નદી ઓવરફ્લો, કાંઠાના ગામો એલર્ટ પર

હાલતો અમદાવાદ સાયબર ક્રાઇમે ફોરેક્ષ ટ્રેડિંગના નામે ઠગાઈ કરતી ગુજરાતની આ ગેંગને ઝડપી લીધી છે. પરંતુ આવી અનેક ટોળકીઓ હજુ પણ સક્રિય છે. જે પડદા પાછળ રહીને લોકોને શિકાર બનાવી રહી છે. આ કિસ્સો એવા લોકો માટે લાલબત્તી સમાન છે જે ઓનલાઇન શેર ટ્રેડિંગની લોભામણી જાહેરાતોમાં ફસાઈ જતા હોય છે. આવા તમામ લોકોએ આ ટોળકી ની હકીકત ને જાણ્યા ઓનલાઇન ટ્રેડિંગ અને કોઈ પણ વ્યવહાર કરતા પહેલા સાવચેતી રાખવી જોઈએ.

જુઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news