વેચાણમા ભારે ઘટાડા બાદ Hyundai મોટરે 'નો પ્રોડક્શન ડે'ની કરી જાહેરાત
કંપનીના એક અધિકારીએ કહ્યું કે Venue અને Cretaની માગ સારી છે અને ઉત્પાદન ચાલી રહ્યું છે. કંપનીને પોતાના નવા મોડલ Hyundai GRAND i10 NIOSની માગ રહે તેવી આશા છે.
Trending Photos
ચેન્નઈઃ ભારતની બીજી સૌથી મોટી કાર ઉત્પાદન કંપની હુંડઈ મોટર ઈન્ડિયા લિમિટેડ (HTML)એ પોતાના કેટલાક ઉત્પાદન વિભાગમાં આ મહિને 'નો પ્રોડક્શન ડે' જાહેર કર્યો છે. કંપનીએ આ મહિને પોતાના કર્મચારીઓને મોકલેલી એક સૂચનામાં કહ્યું કે, બજારની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને એન્જિન શોપ-1મા નવ ઓગસ્ટથી 21 ઓગસ્ટ (10 શિફ્ટ) વચ્ચે અને એન્જિન શોપ-2મા 10, 24 અને 31 ઓગસ્ટે (નો શિફ્ટ)નો પ્રોડક્શન ડે રહેશે. કંપનીએ બોડી શોપ-2, પેન્ટ શોપ-2, એસેમ્બલી શોપ-2 અને સપોર્ટ ટીમ્સ (ત્રણ શિફ્ટ) અને ટ્રાન્સમિશન-2 (છ શિફ્ટ)મા 10 અને 12 ઓગસ્ટે નો પ્રોડક્શન ડે જાહેર કરવામાં આવ્યો છે.
કંપનીના એક અધિકારીએ IANSને કહ્યું કે, ત્રણ એન્જિન પ્લાન્ટ છે અને ત્રીજામાં એક અન્ય શિફ્ટ શરૂ કરવાની યોજના છે. અધિકારીએ કહ્યું કે Venue અને Cretaની માગ સારી છે અને ઉત્પાદન ચાલી રહ્યું છે. કંપનીને પોતાના નવા મોડલ Hyundai GRAND i10 NIOSની માગ રહે તેવી આશા છે.
એચએમઆઈએલ એકમાત્ર કંપની નથી, જેણે નો પ્રોડક્શન ડે જાહેર કર્યો છે. અન્ય વાહન ઉત્પાદન કંપનીઓએ પણ માગ ઘટવાને કારણે પોતાના પ્લાન્ટમાં કેટલાક દિવસ ઉત્પાદન બંધ કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે