ટોક્યો ઓલિમ્પિકમાં અમદાવાદી ગર્લ કરશે ભારતનું પ્રતિનિધિત્વ, માના પટેલ લીધો વેક્સીનનો બીજો ડોઝ
60 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત રાજ્યના 6 ખેલાડીઓ આગામી ઓલિમ્પિકમાં (Olympics) ભાગ લઇ ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. ત્યારે રાજ્યની 26 વર્ષીય ઇન્ટરનેશનલ સ્વિમર (International Swimmer) માના પટેલે આજે કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો છે
Trending Photos
ઝી મીડિયા બ્યુરો: 60 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત રાજ્યના 6 ખેલાડીઓ આગામી ઓલિમ્પિકમાં (Olympics) ભાગ લઇ ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. ત્યારે રાજ્યની 26 વર્ષીય ઇન્ટરનેશનલ સ્વિમર (International Swimmer) માના પટેલે આજે કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો છે. અમદાવાદની માના પટેલ (Mana Patel) ટોકિયો ખાતે યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં (Olympics Games) 100 મીટર બેકસ્ટ્રોકમાં ભાગ લઈ ગુજરાત સહિત દેશનું નામ રોશન કરશે.
ગુજરાતની છ દીકરીઓ જેમાં માના પટેલ (Mana Patel) સ્વિમિંગમાં, એલાવેનિલ વાલારિવન શૂટિંગમાં, અંકિતા રૈના (Ankita Raina) ટેનીસમાં, સોનલ પટેલ (Sonal Patel) તથા ભાવિના પટેલ (Bhavina Patel) પેરા ટેબલ ટેનિસમાં અને પારુલ પરમાર (Parul Parmar) પેરા બેડમિન્ટન રમતમાં ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલિમ્પિક (Olympics) ખાતે વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે.
ખેલાડીઓના સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઓલિમ્પિક કમિટીએ કોરોના સામે વેક્સીનેશન ફરજિયાતનો નિર્ણય લીધો છે. જેને પગલે મૂળ અમદાવાદની માના પટેલ અગાઉ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લઈ લીધો હતો. ત્યારે આજે શહેરના ગોતા અર્બન હેલ્થ સેન્ટરના વેક્સીનેશન સેન્ટર ખાતે માના પટેલે કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો હતો. જો કે, આ સાથે જ માના પટેલે તમામ લોકોને વેક્સીન લેવા અને કોરોના સામે જંગમાં પોતાની સુરક્ષા કરવા અપીલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે