BCCI એ ઘરેલુ સીઝનની કરી જાહેરાત, આ તારીખથી શરૂ થશે રણજી ટ્રોફી

ઘરેલુ સીઝનની પ્રતિષ્ઠિત રણજી ટ્રોફી જેને પાછલા વર્ષે કોરોનાને કારણે રદ્દ કરવામાં આવી હતી. રણજી ટ્રોફી 16 નવેમ્બર, 2021થી 19 ફેબ્રુઆરી 2020 સુધી ત્રણ મહિનાની વિન્ડોમાં રમાશે.

BCCI એ ઘરેલુ સીઝનની કરી જાહેરાત, આ તારીખથી શરૂ થશે રણજી ટ્રોફી

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શનિવારે આગામી 2021-2022 સીઝન માટે ભારતમાં ઘરેલુ ક્રિકેટની તારીખોની જાહેરાત કરી છે. 2021-2022ની ઘરેલુ સીઝનની શરૂઆત 21 સપ્ટેમ્બર 2021થી સીનિયર મહિલા વનડે લીગની સાથે થશે. ત્યારબાદ 27 ઓક્ટોબર 2021થી સીનિયર મહિલા વનડે ચેલેન્જર ટ્રોફી શરૂ થશે અને તેની ફાઇનલ 12 નવેમ્બર 2021ના રમાશે. 

ઘરેલુ સીઝનની પ્રતિષ્ઠિત રણજી ટ્રોફી જેને પાછલા વર્ષે કોરોનાને કારણે રદ્દ કરવામાં આવી હતી. રણજી ટ્રોફી 16 નવેમ્બર, 2021થી 19 ફેબ્રુઆરી 2020 સુધી ત્રણ મહિનાની વિન્ડોમાં રમાશે. વિજય હઝારે ટ્રોફી 23 ફેબ્રુઆરી 2022થી 26 માર્ચ 2022 સુધી રમાશે. આ સીઝનમાં પુરૂષ અને મહિલા વર્ગમાં વિભિન્ન એજ ગ્રુપમાં કુલ 2127 ઘરેલુ મેચ રમાશે. 

More Details 👇

— BCCI (@BCCI) July 3, 2021

બીસીસીઆઈને ખેલાડીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાની સાથે ઘરેલુ સીઝનની યજમાનીનો વિશ્વાસ છે. તેમાં સામેલ બધા લોકો મહત્વપૂર્ણ છે. કોવિડ-19ને કારણે પાછલા વર્ષે ભારતમાં વિજય હઝારે અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનું આયોજન થઈ શક્યું હતું. ત્યારબાદ બોર્ડે આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણેય ફોર્મેટની સિરીઝનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. પરંતુ ત્યારબાદ દેશમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ હતી. 

કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે બાયો બબલમાં કોરોના કેસ સામે આવ્યા બાદ આઈપીએલ ટૂર્નામેન્ટને પણ સ્થગિત કરવી પડી હતી. હવે આઈપીએલ યૂએઈમાં શિફ્ટ કરવામાં આવી છે. આ સાથે આ વર્ષે ભારતમાં યોજાનાર ટી20 વિશ્વકપને પણ યૂએઈ શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news