અમદાવાદના રસ્તા પર રોબોટ વેચી રહ્યો છે ઠંડા ઠંડા ગોલા, વીડિયો જોઈને કહેશો વાહ!

Robot Serving Ice Gola : અમદાવાદમાં આઈસ ગોલાના શોખીનો માટે એક અનોખો રોબોટ માર્કેટમાં આવ્યો છે. અહી રોબોટ લોકોને ગોલા પીરસી રહ્યો છે

અમદાવાદના રસ્તા પર રોબોટ વેચી રહ્યો છે ઠંડા ઠંડા ગોલા, વીડિયો જોઈને કહેશો વાહ!

Ahmedabad Street Food : ખાણીપીણીમાં અમદાવાદને કોઈ ટક્કર ન આપી શકે. અહી ગલીએ ગલીએ અલગ અલગ સ્વાદ હોય છે. તેમાં પણ હવે તો ઉનાળો આવ્યો એટલે અમદાવાદમાં બરફ ગોળાની સીઝન જમાવટ કરશે. ત્યારે અમદાવાદમાં એક સ્થળે અનોખો રોબોટ લોકોને વેઈટર બનીને આઈસ ગોલા પીરસી રહ્યો છે. હાલ આ રોબોટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

અમદાવાદમાં આઈસ ગોલાના શોખીનો માટે એક અનોખો રોબોટ માર્કેટમાં આવ્યો છે. અહી રોબોટ લોકોને ગોલા પીરસી રહ્યો છે. આ જોઈને ભલભલા ચોંકી જાય છે. સોશિયલ મીડિયા પર લોકો આ રોબોટની વાહવાહી કરી રહ્યાં છે. હાલ અમદાવાદનું આ કેફે અનોખા કોન્સેપ્ટને કારણે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. 

આ રોબોટને ખાસ રીતે લોકોને ભોજન પીરસવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. રોબોટનો વ્યવહાર જોઈને ભલભલા તેને જોતા રહી જાય છે. રોબોટ વેઈટરનું કામ કરી રહ્યો છે અને તે અલગ અલગ ફ્લેવર્સના આઈસ ગોલા લોકોને પીરસી રહ્યો છે. એક ફૂડ બ્લોગરે બનાવેલો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. 

આ દિવસોમાં AI અને રોબોટિક્સ પર ઘણી ચર્ચા થઈ રહી છે અને તેનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે, ખેતરોમાં કામ કરવાથી લઈને રેસ્ટોરન્ટમાં વેઇટર તરીકે રોબોટ્સનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમાં પણ હવે એવી ટેકનોલોજી આવી રહી છે જે માણસોના કામ સરળ બનાવી રહી છે. આ ટેકનોલોજી ક્યાંક માણસો માટે વરદાન, તો ક્યારેક ભયાનક પણ સાબિત થઈ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news