કોરોના દર્દીઓની આ કામગીરી માટે તમે અમદાવાદની સિવિલ હોસ્પિટલને 100 માંથી 100 માર્કસ આપશો

અમદાવાદ (Ahmedabad) ની સિવિલ COVID-19 હોસ્પિટલ (Civil hospital) માં દાખલ પોઝિટિવ દર્દીઓના કપડાને જંતુ મુક્ત કરવા માટે રૂપિયા 6 કરોડના ખર્ચે અદ્યતન લોન્ડ્રીની વ્યવસ્થા ઊભી કરાઇ છે. દર્દીઓના કપડા, બ્લેન્કેટ, ટોવેલ તથા સ્ટાફના કપડા ચાર મશીન દ્વારા સ્ટરિલાઈઝ્ડ કરાય છે. 121 ડિગ્રી તાપમાનમાંથી પસાર થઈ દરરોજ 1000થી વધુ જોડી કપડા વોશિંગ સાથે સ્ટરિલાઈઝ્ડ કરાય છે.
કોરોના દર્દીઓની આ કામગીરી માટે તમે અમદાવાદની સિવિલ હોસ્પિટલને 100 માંથી 100 માર્કસ આપશો

મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) ની સિવિલ COVID-19 હોસ્પિટલ (Civil hospital) માં દાખલ પોઝિટિવ દર્દીઓના કપડાને જંતુ મુક્ત કરવા માટે રૂપિયા 6 કરોડના ખર્ચે અદ્યતન લોન્ડ્રીની વ્યવસ્થા ઊભી કરાઇ છે. દર્દીઓના કપડા, બ્લેન્કેટ, ટોવેલ તથા સ્ટાફના કપડા ચાર મશીન દ્વારા સ્ટરિલાઈઝ્ડ કરાય છે. 121 ડિગ્રી તાપમાનમાંથી પસાર થઈ દરરોજ 1000થી વધુ જોડી કપડા વોશિંગ સાથે સ્ટરિલાઈઝ્ડ કરાય છે.

કોરોનાનું સંક્રમણ અટકાવવા રાજ્ય પ્રશાસન યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. એક પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત ન કર્યું હોય. રાજ્ય સરકાર દ્વારા કોરોનાના સંક્રમિત દર્દીઓ માટેની ડેઝિગ્નેટેડ 1200 બેડની હોસ્પિટલમાં દર્દીઓ તથા સ્ટાફ ના કપડા- ચાદર વગેરે સ્ટરિલાઇઝ કરાય છે તે તેનું ઉત્તમ ઉદાહરણ છે. કોરોનાના દર્દીઓના કપડા કોરોના વાયરસથી સંક્રમિત હોવાથી તેને ફેંકી દેવા પડે અથવા તો તેનો બાળીને નિકાલ કરવો પડે. જો ફેંકી દેવામાં આવે તો તે જે જગ્યાએ જાય ત્યાં કોરોનાના સંક્રમણનું જોખમ ફેલાય અને જો રોજેરોજ બાળી નાખવામાં આવે તો રોજે-રોજ કેટલા નવા કપડાં લાવવા તે પ્રશ્ન રહે. આ સમસ્યાના નિવારણ માટે 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં રૂ. ૬ કરોડના ખર્ચે કોરોનાના દર્દીઓના કપડા, ટોવેલ,બ્લેન્કેટ તથા મેડિકલ- પેરામેડિકલ સ્ટાફના કપડા ધોવા માટે રૂ. 6 કરોડના ખર્ચે વોશીંગ તથા સ્ટરિલાઈઝેશનની અદ્યતન સુવિધા ઉભી કરવામાં આવી છે.

કોરોનાના કઠેડામાં ભારત ક્યાં ઉભું છે? માત્ર નવા કેસ નહિ, રિકવર રેટ પણ વધ્યો છે, જાણી લો બધું જ 

આ સુવિધા ઉભી કરવા માટે રૂ. 1 કરોડનું એક એવા ચાર સ્ટરિલાઈઝેશન મશીન લગાવવામાં આવ્યા છે. આ અંગેની વિગતો આપતા હોસ્પિટલના ડોક્ટર અગ્રવાલ કહે છે કે, 'આ મશીનમાં 121 ડિગ્રીના ઊંચા તાપમાને કપડાને 45 મિનિટ સુધી રાખવામાં આવે છે કે જેથી તેમાં એક પણ વાયરસ કે વિષાણુ ન રહે.  આ ઉપરાંત આ કપડાં ધોવા માટે અલગથી લોન્ડ્ર્રી એરિયા બનાવવામાં આવ્યો છે. જ્યાં વિષાણુ નાશક કેમિકલના સંયોજનવાળા પાણીથી કપડાં ધોવામાં આવે છે.  આ ધોવાયેલા કપડાંને પછી આ મશીનમાં દાખલ કરવામાં આવે છે.

એક મશીન એક વખતે 75 નંગ કપડાનો સમાવેશ કરી શકે તેવું છે. આવા મશીન દ્વારા 121 ડિગ્રી તાપમાનને 45 મિનિટની એક એવી દરરોજ 20 સાઇકલ ચલાવીને દરરોજ 1000 થી વધુ કપડાને સ્ટરિલાઈઝ્ડ કરવામાં આવે છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, કોરોના સંક્રમિત દર્દીના  કપડા, બેડશીટ, બ્લેન્કેટ કે મેડિકલ- પેરામેડિકલ સ્ટાફના કપડા પર કોરોનાના જંતુ લાગેલા હોય અને જો આવા કપડાં સ્ટરિલાઈઝ્ડ કર્યા વગર પહેરાય તો જે પણ વ્યક્તિ તેને પહેરે કે તેને સ્પર્શે તેને ચેપ લાગી શકે છે. પરંતુ આ વ્યવસ્થાને કારણે સંક્રમણ લાગવાનું જોખમ બિલકુલ રહેતું નથી. વળી, દરરોજ નવા કપડા, બ્લેન્કેટના નવા ખર્ચમાંથી પણ બચી શકાય છે. એટલે બચતની બચત અને જોખમમાંથી તદ્દન મુક્તિ અને રાહત....

રૂ. 6 કરોડના ખર્ચે ઊભી કરાયેલી લોન્ડ્રીની આ વ્યવસ્થામાં કપડાં ડોક્ટર અગ્રવાલ કહે છે કે, 'સ્ટરિલાઈઝ્ડ થયા બાદ ઓટોમેટીક મશીન વડે બહાર મોકલવામાં આવે છે. જેથી તેને લેનાર વ્યક્તિનું ઇન્ફેકશન લાગે નહીં કે વોશિંગ વિસ્તારમાં તેના સંક્રમણનું જોખમ રહે નહીં. જ્યાં કપડાને સ્ટરિલાઈઝ્ડ કરવામાં આવે છે ત્યાં બહારનો કોઇ વ્યક્તિ ન જાય તેવી ચોક્કસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેઓ આ પ્રક્રિયામાં રોકાયેલા છે તે લોકો પણ તકેદારી માટે જંતુમુક્ત પોશાક અને સ્ટરિલાઈઝ્ડ થયા બાદ જ આ વિસ્તારમાં પ્રવેશ કરે છે. સામાન્ય રીતે વોર્ડમાં જે દિવસે ચાદર બદલવાની હોય છે તેના આગલા દિવસે કપડાં તથા ચાદર અને પિલો કવરનો સેટ આગલા દિવસે સાંજે જે તે વોર્ડમાં સુરક્ષિત રીતે મૂકી દેવામાં આવે છે.

સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓની સેવા માટે આ આધુનિક સ્ટરિલાઈઝેશનની  સેવા તંત્રની સજાગતાનું ઉદાહરણ તો છે જ પરંતુ તે દર્દીઓની પણ અભૂતપૂર્વ સેવાનું માધ્યમ પણ બન્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news