2008 Ahmedabad Blast Verdict: કુલ 49 આરોપી દોષિત જાહેર, પુરાવાને અભાવે 28 આરોપીઓને નિર્દોષ છોડાયા

2008 Ahmedabad Blast Verdict: 2008માં અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપ્યો છે. આતંકીઓએ 20 સ્થળોએ 21 બ્લાસ્ટમાં 56 લોકોનાં મોત અને 240 લોકો થયા હતા ઈજાગ્રસ્ત... 

2008 Ahmedabad Blast Verdict: કુલ 49 આરોપી દોષિત જાહેર, પુરાવાને અભાવે 28 આરોપીઓને નિર્દોષ છોડાયા

ઝી મીડિયા/બ્યૂરો :26 જુલાઈ 2008નો શનિવારનો દિવસ.... અમદાવાદીઓ પોતાના કામમાં વ્યસ્ત હતા.... ત્યારે સાંજના 6.30થી 8.10 કલાક દરમિયાન સમગ્ર અમદાવાદ બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું હતુ. શહેરમાં એક બાદ એક 70 મિનીટમાં 20 સ્થળોએ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું હતું.. આ ઘટનામાં 56 લોકોનાં મૃત્યુ અને 240 લોકોને ઈજા થઈ હતી. ત્યારે સ્પેશિયલ કોર્ટ આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો ચુકાદો સંભળાવ્યો છે. અમદાવાદ બ્લાસ્ટમાં 49 આરોપી સમગ્ર બ્લાસ્ટના ષડયંત્રમા સામેલ હતા, તે આખરે સાબિત થઈ ગયુ છે. 77 માંથી કુલ 28 આરોપીઓ પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરાયા છે. તો 49 આરોપીઓ દોષિત જાહેર કરાયા છે. જેમને આવતીકાલે સજા સંભળાવવામા આવશે. આવતીકાલે આરોપીઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જ સજા સંભળાવવામાં આવશે.

  • કુલ 49 આરોપીઓ દોષિત જાહેર કરાયા છે. આવતીકાલે તમામને સજાનુ એલાન થશે
  • પુરાવાને અભાવે કુલ 77 માથી 28 આરોપીઓ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. એક બાદ એક આરોપીઓ નિર્દોષ જાહેર કરાઈ રહ્યા છે. જેમાં આરોપી નંબર 33, 34, 41, 48, 53, 54, 55, 56, 58, 61, 62, 67, 68, 71, 79 નિર્દોષ જાહેર કરાયા છે. 

સરકારી વકીલે શુ કહ્યું....
સરકારી વકીલ અમિત પટેલે ચુકાદા બાદ પ્રતિક્રીયા આપતા કહ્યુ કે, ચુકાદો હજી સુધી અમને વાંચવા આપ્યો નથી. આ કેસના મોટાભાગના સાક્ષીઓએ ફરિયાદ પક્ષના કેસને સમર્થન કર્યુ છે. નામદાર કોર્ટ આવતીકાલે સજા સંભળાવશે. 28 લોકોને પુરાવાના અભાવે છોડાયા છે. 

સૌ પ્રથમવાર સ્પેશિયલ કોર્ટ વર્ચ્યુઅલ ચુકાદો આપશે
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં સૌ પ્રથમવાર સ્પેશિયલ કોર્ટ વર્ચ્યુઅલ ચુકાદો આપશે. ચુકાદાને પગલે કોર્ટની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. પહેલીવાર ચુકાદા સમયે અન્ય વકીલો, પક્ષકારોને કોર્ટમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. બ્લાસ્ટ કેસ ચુકાદાને પગલે અન્ય વકીલોને કોર્ટ રૂમથી દૂર રખાયા છે. અમદાવાદની ખાસ કોર્ટના જજ એ.આર. પટેલ ચુકાદો સંભળાવશે. બ્લાસ્ટ કેસમાં આરોપીઓને અમદાવાદ, ગયા, મધ્યપ્રદેશ, જયપુર, બેંગ્લોર, કેરાલા, દિલ્હી, મુંબઈની જેલમાંથી આરોપીઓને વીડિયો કોન્ફરન્સિંગથી હાજર રાખવામાં આવશે. સુનાવણીના કારણે કોર્ટના ગેટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. કોર્ટ સંકુલમાં એક ડીસીપી, બે એસીપી, 6 પીઆઈ સહિતનો સ્ટાફ હાજર છે..હાલ કોર્ટમાં માત્ર કેસ સાથે જોડાયેલા વકીલોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.

નોંધનીય છે કે, 26 જુલાઈ 2008ના શનિવારના એ દિવસે અમદાવાદીઓ પોતાના કામમાં વ્યસ્ત હતા, ત્યારે સાંજના 6.30થી 8.10 કલાક દરમિયાન સમગ્ર અમદાવાદ બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું હતુ. શહેરમાં એક બાદ એક 70 મિનીટમાં 20 સ્થળોએ બ્લાસ્ટ થયા હતા અને આ ઘટનામાં 56 લોકોનાં મૃત્યુ અને 240 લોકોને ઈજા થઈ હતી. ત્યારે સ્પેશિયલ કોર્ટ આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો આજે ચુકાદો આપી શકે છે. આ કેસની તપાસ માટે ઉચ્ચ અધિકારીઓની ટીમે રાત દિવસ કામ કરીને આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં 77 આરોપીઓ સામે ખાસ અદાલતમાં 14 વર્ષ સુધી કેસ ચલાવવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન 7 જેટલા જજ બદલાઈ ગયા છે અને 1163 સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી છે. તો અત્યાર સુધીમાં આરોપીઓ સામે 521 ચાર્જશીટ થઈ છે.

આ કેસની તપાસ માટે ઉચ્ચ અધિકારીઓની ટીમે રાત દિવસ કામ કરીને 19 દિવસમાં 30 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં 77 આરોપીઓ સામે ખાસ અદાલતમાં 14 વર્ષ સુધી કેસ ચલાવવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન 7 જેટલા જજ બદલાઈ ગયા છે. આ કેસમાં 1163 સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી છે. અત્યાર સુધીમાં આરોપીઓ સામે 521 ચાર્જશીટ થઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news