Corona Update: કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો, પણ મૃત્યુનો આંકડો વધ્યો
કોરોના વાયરસની ત્રીજી લહેર નબળી પડતી જોવા મળી રહી છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસની ત્રીજી લહેર નબળી પડતી જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 70 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો હવે વધીને 4 કરોડ 23 લાખ 39 હજાર 611 પર પહોંચી ગયો છે. એક દિવસમાં કોરોનાથી 1188 લોકોના મોત થયા છે.
કોરોનાના નવા કેસમાં ઘટાડો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 67,597 દર્દીઓ નોંધાયા છે. જે ગઈ કાલ કરતા ઓછા છે. ગઈ કાલે 83,876 નવા દર્દીઓ નોંધાયા હતા. એક દિવસમાં 1,80,456 દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર પણ થયા છે. રિકવર થનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે જે સારા સંકેત છે. જ્યારે એક્ટિવ કેસ ઘટી રહ્યા છે. હાલ દેશમાં 9,94,891 દર્દીઓ સારવાર હેઠળ છે.
India reports 67,597 fresh #COVID19 cases, 1,80,456 recoveries and 1,188 deaths in the last 24 hours.
Active cases: 9,94,891 (2.35%)
Death toll: 5,02,874
Daily positivity rate: 5.02%
Total vaccination: 1,70,21,72,615 pic.twitter.com/kpXM5sCMMF
— ANI (@ANI) February 8, 2022
કોરોનાથી મોતનો આંકડો વધ્યો
કોરોનાના નવા કેસ ઘટી રહ્યા છે પરંતુ મોતનો આંકડો વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 1,188 લોકોનો ભોગ લીધો. ગઈ કાલે 895 દર્દીઓના મોત નોંધાયા હતા. આ સાથે કુલ મૃત્યુનો આંકડો હવે 5,02,874 થયો છે. હાલ દેશમાં કોરોનાથી ડેઈલી પોઝિટિવિટી રેટ ઘટીને 5.02% થયો છે.
કોરોનાને માત આપવા માટે દેશમાં રસીકરણ અભિયાન પણ પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કોરોના રસીના 1,70,21,72,615 ડોઝ અપાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે