રાત્રે કાળ બનીને આવેલા ડમ્પર ચાલકે 8થી વધુ વાહનોને અડફેડે લીધા, બેના મોત, બેને ગંભીર ઇજા

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા અનુપમ સિનેમા પાસે એક  ડમ્પર ચાલકે 8 થી વધુ વાહનોને અડફેટે લીધા હતા. બહાર સૂતાં સ્થાનિક રહેવાસીઓને પણ ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે સારવાર દરમિયાન એક મહિલાનું મોત નીપજ્યું હતું. અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. 

રાત્રે કાળ બનીને આવેલા ડમ્પર ચાલકે 8થી વધુ વાહનોને અડફેડે લીધા, બેના મોત, બેને ગંભીર ઇજા

અતુલ તિવારી, અમદાવાદ: અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા અનુપમ સિનેમા પાસે એક  ડમ્પર ચાલકે 8 થી વધુ વાહનોને અડફેટે લીધા હતા. બહાર સૂતાં સ્થાનિક રહેવાસીઓને પણ ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે સારવાર દરમિયાન એક મહિલાનું મોત નીપજ્યું હતું. અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. 

અમદાવાદમાં BRTS બાદ ડમ્પર ચાલકો બેકાબુ બન્યા છે. ત્યારે ખોખરના અનુપમ સિનેમા પાસે ડમ્પર ચાલકે એક બાઈક ચાલક અને ત્યાં મકાન પાસે સુઈ રહેલા લોકોને અડફેટે લીધા હતા. અડફેટે લેતા બાઈક ચાલક દિપક ખટિકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું  હતું અને તેના ભાઈને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘર પાસે સુઈ રહેલા તારાબેન નામની મહિલાનું સારવાર દરમિયાન મોત થયું  છે અને તેમના દીકરાને સારવાર માટે એલ.જી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનામાં કુલ 2 લોકો ના મોત નિપજ્યા અને 2 લોકો ને ગંભીર ઇજા પહોંચી છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

મૃતકના પરિવારજનો અને ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે કે ડમ્પર ચાલક નશાની હાલતમાં ધૂત હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. રાત્રીના સમયે આ વિસ્તારમાં ડમ્પર ચાલકોનો ત્રાસ ખૂબ જ વધારે હોય છે તેવું સ્થાનિકોનું કહેવું છે.

એન.એલ.દેસાઇ ACP (I ડિવિઝન)એ જણાવ્યું હતું કે અનુપમ સિનેમાથી ખોખરા તરફ જતા રસ્તા પર એક ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. તેમાં 2 લોકો ના મોત નિપજ્યા અને 2 લોકો ની હાલત નાજુક છે. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ડમ્પર ને કબ્જે કરવામાં આવ્યું છે અને ડમ્પર ચાલકની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. નશાની હાલતમાં ડમ્પર ચાલક જણાશે તો તેની પણ કાર્યવાહી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news