અરબોના માલિક અદાણી દંપતી નહિ લડે ચૂંટણી, સ્ટેટમેન્ટ જાહેર કરીને કર્યો ખુલાસો

Adani Group Statement : ગૌતમ અદાણી અને પ્રીતિ અદાણી રાજ્યસભાની ચૂંટણી નહિ લડે. અદાણી ગ્રુપે સ્ટેટમેન્ટ જાહેર કરી આ મામલે ખુલાસો કર્યો છે. અદાણી પરિવારમાંથી કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવા માંગતા નથી તેવુ કહેવાયુ છે. આમ, ગૌતમ અદાણી, પ્રીતિ અદાણી રાજ્યસભામાં જવાની અટકળો પર પૂર્ણ વિરામ મૂકાયુ છે. 

અરબોના માલિક અદાણી દંપતી નહિ લડે ચૂંટણી, સ્ટેટમેન્ટ જાહેર કરીને કર્યો ખુલાસો

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :ગૌતમ અદાણી અને પ્રીતિ અદાણી રાજ્યસભાની ચૂંટણી નહિ લડે. અદાણી ગ્રુપે સ્ટેટમેન્ટ જાહેર કરી આ મામલે ખુલાસો કર્યો છે. અદાણી પરિવારમાંથી કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવા માંગતા નથી તેવુ કહેવાયુ છે. આમ, ગૌતમ અદાણી, પ્રીતિ અદાણી રાજ્યસભામાં જવાની અટકળો પર પૂર્ણ વિરામ મૂકાયુ છે. 

ગૌતમ અદાણી હવે દુનિયાના ટોચના અમીરોમાં સામેલ થઈ ગયા છે. ગત કેટલાક દિવસોથી તેમના રાજકારણમાં જોડાવાને લઈને ચર્ચા ઉઠી હતી. ચર્ચા ઉઠી હતી કે, ગૌતમ અદાણી કે તેમના પત્ની ડો.પ્રીતિ અદાણીને રાજ્યસભાના સાંસદ બનાવી શકાય છે. આ ચર્ચા પર અદાણી ગ્રૂપે સ્પષ્ટતા કરી છે. અદાણી ગ્રૂપ દ્વારા સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યુ કે, અદાણી પરિવારના કોઈ પણ પણ સદસ્યને રાજકારણમાં કોઈ રસ નથી. 

સ્ટેટમેન્ટમાં અદાણી ગ્રૂપે કહ્યુ કે, ગૌતમ અદાણી અને ડો. પ્રીતિ અદાણીના રાજ્યસભાના સમાચાર મામલે જે ચર્ચા ફેલાઈ છે, તે સંપૂર્ણ રીતે ખોટી છે. આ સમાચારમાં કોઈ તથ્ય નતી. ગૌતમ અદાણી અને ડો.પ્રીતિ અદાણી અને પરિવારના કોઈ પણ સદસ્ય કોઈ પણ રાજકીય પાર્ટી જોડાવા નથી જઈ રહ્યાં. આ સમાચાર ખોટા છે. 

No description available.

અદાણી સૌથી ઘનાઢ્ય ગ્રૂપ
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી 25 એપ્રિલના રોજ જાહેર થયેલ દુનિયાના સૌથી અમીર લોકોની ફોર્બ્સના લિસ્ટમાં પાંચમા સ્થાન પર પહોંચી ગયા છે. અદાણી ગ્રૂપની કુલ નેટવર્થ 12.31 અરબ ડોલર આંકવામા આવી છે. તેમણે વોરેન બફેટને પાછળ છોડીને આ સ્થાન મેળવ્યુ છે. બફેટ 121.7 અરબ ડોલરની કુલ અુમાનિત નેટવર્થની સાથે છઠ્ઠા સ્થાન પર સરકી ગયા હતા. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news