Auron Mein Kahan Dum Tha: આ તારીખે રિલીઝ થશે અજય દેવગન અને તબ્બુની ઈંટેંસ લવસ્ટોરી દર્શાવતી ફિલ્મ, જુઓ પહેલી ઝલક

Auron Mein Kahan Dum Tha Teaser:ફિલ્મના ટીઝરમાં પણ બંનેનો રોમાન્સ જોવા જેવો છે. આ ટીસર થોડી સેકન્ડનું જ છે પરંતુ તેમાં તબ્બુ અને અજય દેવગનનો ઇન્ટેન્સ રોમેન્ટિક સીન દેખાડવામાં આવ્યો છે. સાથે જ ફિલ્મના હીરોનો દમદાર ડાયલોગ ટીઝરને હિટ બનાવે છે. 

Auron Mein Kahan Dum Tha: આ તારીખે રિલીઝ થશે અજય દેવગન અને તબ્બુની ઈંટેંસ લવસ્ટોરી દર્શાવતી ફિલ્મ, જુઓ પહેલી ઝલક

Auron Mein Kahan Dum Tha Teaser: અજય દેવગન અને તબ્બુની મોસ્ટ અવેટેડ ફિલ્મ ઔરો મેં કહા દમ થાનું ટીચર રિલીઝ કરવામાં આવ્યું છે. 90 ના દાયકાની આ હિટ જોડી રોમેન્ટિક ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મના ટીઝરમાં પણ બંનેનો રોમાન્સ જોવા જેવો છે. આ ટીસર થોડી સેકન્ડનું જ છે પરંતુ તેમાં તબ્બુ અને અજય દેવગનનો ઇન્ટેન્સ રોમેન્ટિક સીન દેખાડવામાં આવ્યો છે. સાથે જ ફિલ્મના હીરોનો દમદાર ડાયલોગ ટીઝરને હિટ બનાવે છે. 

આ ટીઝરની સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. અજય દેવગન અને તબુની આ ફિલ્મને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. ફાઈનલી લોકોને આ ફિલ્મનું ટીઝર જોવા મળ્યું છે. ટીઝરમાં હોળીનો એક સીન દેખાડવામાં આવ્યો છે. જેના બેગ્રાઉન્ડમાં હીરોનો ડાયલોગ સંભળાય છે. 

આ સીનમાં અજય દેવગન અને તબ્બુ એકબીજાને રંગ લગાવે છે અને ગળે લગાડતા જોવા મળે છે. આ સિવાય અજય દેવગન કેદીના યુનિફોર્મમાં ફાઈટ કરતો પણ જોવા મળે છે. આ ટીઝર પર લોકો પોઝિટિવ રિએક્શન આપી રહ્યા છે. એટલે કે ફિલ્મની પહેલી ઝલક લોકોને પસંદ આવી છે. 

ફિલ્મી રિલિઝની વાત કરીએ તો આ ફિલ્મ 5 જુલાઈ 2024 ના રોજ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું ટીઝર જોયા પછી તેનું ટ્રેલર જોવા માટે લોકો આતુર છે. આ ફિલ્મમાં તબ્બુ અને અજય દેવગન ઉપરાંત જીમી શેરગીલ, શાંતનું મહેશ્વરી, સાંઈ માંજરેકર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news