DA Hike : સરકારી કર્મચારીઓને જુલાઈમાં મળશે મોટી ભેટ! પગારમાં થશે વધારો
DA Hike News: કેન્દ્રીય કર્મચારીઓને ટૂંક સમયમાં DAની ભેટ મળી શકે છે. નવી સરકારની રચના બાદ આની જાહેરાત થઈ શકે છે. કેન્દ્રીય કર્મચારીઓને જુલાઈમાં ડીએમાં વધારાની ભેટ મળી શકે છે. આ વિશે જાણો.
DA Hike News: સરકારી કર્મચારીઓને જલ્દી સારા સમાચાર મળી શકે છે. કેન્દ્રમાં નવી સરકારની શપથવિધી બાદ સરકાર ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે.
ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે જૂનમાં નવી સરકારની રચના બાદ સરકારી કર્મચારીઓને ડીએની ભેટ સાથે પગારમાં વધારાની ભેટ મળી શકે છે.
સરકાર દર વર્ષે બે વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. જાન્યુઆરી 2024માં કેન્દ્રીય કર્મચારીઓને ડીએમાં વધારાની ભેટ મળી હતી.
આ સમયે સરકારે ડીએમાં 4 ટકા વધારાની જાહેરાત કરી હતી. રિપોર્ટ્સ અનુસાર, નવી સરકારની રચના બાદ DAમાં ફરી એકવાર વધારો કરવામાં આવી શકે છે.
અગાઉ ગયા વર્ષે 28 ઓક્ટોબરે સરકારે DAમાં 4 ટકા વધારાની જાહેરાત કરી હતી.
કેન્દ્રીય કર્મચારીઓને સરકાર વર્ષમાં બે વખત ડીએ અને ઇન્ક્રીમેન્ટની ભેટ આપે છે. જે તેમના માટે સૌથી મોટી લોટરી ગણાય છે.
Trending Photos