હદ થાય છે હવે! બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય: લાલચ આપી બાવળની ઝાડીઓમાં ખેંચી ગયો અને પછી...

Morbi Crime News: મોરબીના હળવદ પંથકમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવતા અરેરાટી મચી ગઈ છે.

હદ થાય છે હવે! બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય: લાલચ આપી બાવળની ઝાડીઓમાં ખેંચી ગયો અને પછી...

હિમાંશું ભટ્ટ/મોરબી: હળવદમાં બાળકને વસ્તુ આપવાની લાલચ આપીને સાથે લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં તેને બાવળની ઝાડીઓમાં લઈ જઈને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે. જેથી કરીને તે બાળકને હળવદમાં પ્રાથમિક સારવાર આપીને હાલમાં મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા છે અને હળવદ પોલીસે મોરબી આવીને બાળકના પરિવારજનોની ફરિયાદ લઈને આરોપીની ધરપકડ કરી છે. ત્યારબાદ આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવ્યો છે. 

મોરબી જીલ્લાના હળવદમાં રહેતા એક બાળકને વસ્તુ લઈ આપવાનું કહીને તેને એક યુવાન સાથે લઈને ગયો હતો. ત્યારબાદ બાળકે ઘરે મૂકી જવાનું કહેતા તે યુવાન તેને પાછો મૂકવા માટે જતો હતો. ત્યારે રસ્તામાં બાળકને અવાવરું જગ્યાએ બાવળની જાળીમાં લઈ જઈને તેની સાથે આ યુવાને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જેથી કરીને ભોગ બનેલા બાળકને બેઠકના ભાગે દુખાવો થતાં તેને તેની માતાને આ બનાવની પ્રથમ જાણ કરી હતી. 

આ ઘટનાની જાણ થતાં પરિવારમાં ફાડ પડી હતી અને બાળકને પહેલા હળવદ અને પછી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા. આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મોરબી આવીને ભોગ બનેલા બાળકના પરિવારજનની ફરિયાદ લઈને અક્ષય રમેશભાઈ કોળી નામના શખ્સની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ હતી.

આ બનાવમાં ગણતરીની કલાકોમાં જ પોલીસે આરોપી અક્ષય રમેશભાઈ કોળીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરી હાલમાં જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news