મહિલાનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી બિભત્સ કોમેન્ટ કરનારની ધરપકડ

સોશિયલ મીડિયા ભલે લોકોને એક બીજાથી નજીક લાવવાનું માધ્યમ બન્યું હોય, પરંતુ લોકો માટે તકલીફ આપનારું પણ બન્યું છે, લોકો પોતાના ફોટા અપલોડ કરે છે, જેનો ઉપયોગ કરી કેટલાક લોકો ફેક એકાઉન્ટ બનાવી બદનામ કરતાં હોય છે

મહિલાનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી બિભત્સ કોમેન્ટ કરનારની ધરપકડ

તેજશ મોદી/ સુરત: સોશિયલ મીડિયા ભલે લોકોને એક બીજાથી નજીક લાવવાનું માધ્યમ બન્યું હોય, પરંતુ લોકો માટે તકલીફ આપનારું પણ બન્યું છે, લોકો પોતાના ફોટા અપલોડ કરે છે, જેનો ઉપયોગ કરી કેટલાક લોકો ફેક એકાઉન્ટ બનાવી બદનામ કરતાં હોય છે. આવી ઘટનાઓ મહિલાઓ સાથે સૌથી વધુ બનતો હોય છે, ત્યારે સુરતમાં બનેલી વધુ એક ઘટનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

સુરતના સાઈબર ક્રાઇમ પોલીસ મથકમાં એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે ઇન્સ્ટાગ્રામ પર તેમના નામ ફેક એકાઉન્ટ બનાવી તેમાં મહિલાના ફોટોગ્રાફ પોસ્ટ કરી તેમાં બિભત્સ લખાણ લખવામાં આવ્યું હતું. સાયબર ક્રાઇમ પો.સ્ટે.માં આઈપીસીની કલમ -૫૦૦ તથા આઇ.ટી.એક્ટ કલમ -૬૬ ( સી ) , ૬૬ ( ઈ ) , ૬૭ અંતર્ગત ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

મહિલાની સંમતી વગર તેમના નામના ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેમાં ફરીયાદીની સંમતી વગર તેમના ફેસબુક એકાઉન્ટમાં જે ફોટોગ્રાફ અપલોડ કરેલા હતાં તે ફોટોગ્રાફ લઇ આ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કરી તેમાં બિભત્સ લખાણ લખી લખવામાં આવ્યું હતું. મહિલાને બદનામ કરવા કરેલા આ કૃત્ય અંગે પોલીસે આઈપી એડ્રેસ સહિતની ટેક્નિકલ તપાસ કરી આરોપી ધ્રુવેશ ઉર્ફે કાનો વિનુભાઇ સભાયા ( ઉ.વ .૨૨ ધંધો - હિરા મજુરી રહે.ઘર નં.177, ધરમનગર સોસાયટી, સુર્યનગર સોસાયટીની સામે, ધરમચોક, એ.કે.રોડ, વરાછા, સુરત મુળ રહે. ગામ- હનુમાનપુર તા. ખાંભા જી.અમરેલી)ની ધરપકડ કરી હતી.

આરોપીની ધ્રુવેશની પુછપરછ કરતા તેને જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા તેના ફેસબુક એકાઉન્ટમાં રેન્ડમલી આ મહિલાના ફેસબુક એકાઉન્ટને સર્ચ કર્યું હતું. મહિલાએ અપલોડ કરેલા ફોટોગ્રાફ ડાઉનલોડ કરી પોતે ઇન્સ્ટાગ્રામ પર ફોલોવર્સ વધારવા માટે ઇન્સ્ટાગ્રામમાં મહિલાના નામના ફેક એકાઉન્ટ બનાવી તેમા ફેસબુકમાંથી ડાઉનલોડ કરેલા ફોટોગ્રાફ પોસ્ટ કરી તેમા બિભત્સ લખાણ લખ્યું હતું. આમ સોશિયલ મીડિયા હાલમાં લોકો મારે મુસીબત ભર્યું બન્યું છે, જેનો ઉપયોગ સમજી વિચારીને કરવામાં ન આવે તો મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news