CSKvsKKR: રોમાંચક મેચમાં કોલકત્તાએ ચેન્નઈ સુપર કિંગ્સને 10 રને હરાવ્યું

ચેન્નઈ સુપર કિંગ્સે ફરી નજીક આવીને મેચ ગુમાવી છે. કોલકત્તા સામે રોમાંચક મેચમાં ધોની સેનાનો 10 રને પરાજય થયો છે. 

CSKvsKKR: રોમાંચક મેચમાં કોલકત્તાએ ચેન્નઈ સુપર કિંગ્સને 10 રને હરાવ્યું

દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 21મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)એ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને 10 રને પરાજય આપી ટૂર્નામેન્ટમાં પોતાની ત્રીજી જીત મેળવી છે. કોલકત્તાની ટીમ અત્યાર સુધી પાંચ મેચ રમી છે, આ તેનો ત્રીજો વિજય છે. તો ચેન્નઈએ અત્યાર સુધી છ મેચ રમી છે અને આ તેનો ચોથો પરાજય છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કોલકત્તાએ રાહુલ ત્રિપાઠી (81)ની મદદથી 20 ઓવરમાં તમામ વિકેટ ગુમાવી 167 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈની ટીમ 20 ઓવરમાં 5 વિકેટે 157 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે કોલકત્તાની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. 

વોટસનની સતત બીજી મેચમાં અડધી સદી
કોલકત્તાએ આપેલા 168 રનના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ચેન્નઈ સુપર કિંગ્સ માટે ફાફ ડુ પ્લેસિસ અને શેન વોટસને ઈનિંગની શરૂઆત કરી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 30 રનની ભાગીદારી કરી હતી. ફાફ ડુ પ્લેસિસ 10 બોલમાં 17 રન બનાવી શિવમ માવીનો શિકાર બન્યો હતો. શએન વોટસન 40 બોલમાં 50 રન બનાવી સુનીલ નરેનનો શિકાર બન્યો હતો. વોટસને 6 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. 

આ સિવાય અંબાતી રાયડૂએ 27 બોલમાં 3 ચોગ્ગા સાથે 30 રન બનાવ્યા હતા. એમએસ ધોની માત્ર 12 રન બનાવી વરૂણ ચક્રવર્તીનો શિકાર બન્યો હતો. સેમ કરન (17)ને આંદ્રે રસેલે આઉટ કર્યો હતો. કરને 11 બોલમાં 1 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 17 રન બનાવ્યા હતા. અંતમાં રવિન્દ્ર જાડેજા 8 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 21 રન બનાવી અણનમ રહ્યો હતો. તો જાધવે 12 બોલમાં 7 રન બનાવ્યા હતા. 

39 વર્ષના ધોનીએ ઝડપ્યો ગજબનો કેચ, લોકો બોલ્યા- સ્ટમ્પની પાછળ છે સુપરમેન  

કોલકત્તાએ બદલી ઓપનિંગ જોડી
સતત ખરાબ શરૂઆતથી પરેશાન કોલકત્તા નાઇટ રાઇડર્સે આજે નવી ઓપનિંગ જોડી સાથે શરૂઆત કરી હતી. કોલકકત્તા માટે શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠીએ ઈનિંગની શરૂઆત કરી હતી. બંન્ને ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે 37 રનની ભાગીદારી કરી હતી. શુભમન ગિલ (11) શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ટીમે 70 રનના સ્કોર પર નીતીશ રાણા (9)ના રૂપમાં બીજી વિકેટ ગુમાવી હતી. રાણાને કર્ણ શર્માએ આઉટ કર્યો હતો. 

રાહુલ ત્રિપાઠીની અડધી સદી
કોલકત્તા માટે ઓપનિંગ કરવા આવેલા રાહુલ ત્રિપાઠીએ ટીમનો સ્કોર 160થી ઉપર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્રિપાઠીએ 51 બોલનો સામનો કરતા 3 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી 81 રન બનાવી આઉટ થયો હતો. ડિજે બ્રાવોએ ત્રિપાઠીને આઉટ કર્યો હતો. 

રાહુલ ત્રિપાઠી સિવાય કોલકત્તાના બધા બેટ્સમેનો ફ્લોપ રહ્યાં હતા. સુનીલ નરેન 17 રન બનાવી કર્ણ શર્માનો શિકાર બન્યો હતો. મોર્ગન (4), આંદ્રે રસેલ (2), કાર્તિક (12) રન બનાવી આઉટ થયા હતા. પેટ કમિન્સ 17 રન બનાવી અણનમ રહ્યો હતો. 

ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી બ્રાવોએ 4 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય કેમ કરને 4 ઓવરમાં 26 રન આપીને બે, શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 28 રન આપીને બે તથા કર્ણ શર્માએ 4 ઓવરમાં 25 રન આપીને બે વિકેટ ઝડપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news