નડિયાદમાં મોટો અકસ્માત : રોંગ સાઈડ આવેલી SUV કારને કારણે એસટી બસ ભટકાઈ, 2 ના મોત

Accident News : SUV કાર અચાનક રોંગ સાઈડ પર આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસ બેકાબૂ બની હતી. જેમાં બે વ્યકિતઓમાં ઘટના સ્થળે મોત નિપજ્યા
 

નડિયાદમાં મોટો અકસ્માત : રોંગ સાઈડ આવેલી SUV કારને કારણે એસટી બસ ભટકાઈ, 2 ના મોત

Kheda News નચિકેત મહેતા/ખેડા : અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે આજે સવારે મોટો અકસ્માત સર્જાયો હતો. એસટી બસ અને કાર વચ્ચેની ટક્કરમાં બે મુસાફરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. તો 10 જેટલા મુસાફરો ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતા જ એકસાથે પાંચ એમ્બ્યુલન્સ દોડતી થઈ હતી. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસરા, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે અકસ્માત સર્જાયો હતો. કાર અને એસટી બસ વચ્ચે ટકરાવ થયો હતો. SUV કાર અચાનક રોંગ સાઈડ પર આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસ બેકાબૂ બની હતી. જેમાં બે વ્યકિતઓમાં ઘટના સ્થળે મોત નિપજ્યા છે. તો દસ વ્યકિતઓ ઇજાગ્રસ્ત બન્યા છે. આ ઈજાગ્રસ્તોમાં બે મુસાફરોની હાલત એકદમ ગંભીર છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 11, 2023

 

અકસ્માતની જાણ થતાં જ નડિયાદ, આણંદ, ઉત્તરસંડાની પાંચ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નડિયાદ સિવિલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news