આ ઘાતક સંગમના કારણે મેઘો મચાવી રહ્યો છે તબાહી, જાણો આજે કયા વિસ્તારો માટે રેડ એલર્ટ, ક્યાં ઓરેન્જ એલર્ટ

All India Weather: હિમાચલ પ્રદેશ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં છેલ્લા 6 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં 24 કલાકમાં 39 જગ્યાએ લેન્ડસ્લાઈડ થયું. બિયાસ નદી વિકરાળ બનતા ઈમારતો અને પુલને પણ સાથે લેતી ગઈ. છેલ્લા 72 કલાકમાં દેશના અલગ અલગ રાજ્યોમાં 76 લોકોના જીવ ગયા.

આ ઘાતક સંગમના કારણે મેઘો મચાવી રહ્યો છે તબાહી, જાણો આજે કયા વિસ્તારો માટે રેડ એલર્ટ, ક્યાં ઓરેન્જ એલર્ટ

હિમાચલ પ્રદેશ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં છેલ્લા 6 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં 24 કલાકમાં 39 જગ્યાએ લેન્ડસ્લાઈડ થયું. બિયાસ નદી વિકરાળ બનતા ઈમારતો અને પુલને પણ સાથે લેતી ગઈ. છેલ્લા 72 કલાકમાં દેશના અલગ અલગ રાજ્યોમાં 76 લોકોના જીવ ગયા. યુપીમાં 34, હિમાચલ પ્રદેશમાં 20, જમ્મુ અને કાશ્મીરમાં 15, દિલ્હીમાં 5 અને રાજસ્થાન તથા હરિયાણામાં એક એક લોકોના મોત થયા છે. 

યમુના વિકરાળ બની, પૂરનું જોખમ
દિલ્હીમાં યમુના નદીનું વોટર લેવલ ખતરાના નિશાનને પાર કરી ગયું છે. મંગળવાર સવારે 8 વાગ્યા સુધી નદીનું પાણી 206.32 મીટર પર વહી રહ્યું હતું. 1978માં હાઈએસ્ટ 207.49 મીટર સુધી આવી ગયું હતું. હરિયાણાના હથિણી કુંડ બેરાજથી છોડવામાં આવેલું પાણી ઝડપથી યમુનાના જળસ્તરને પાર કરી રહ્યું છે. યમુના કિનારાના નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. લોકોને સુરક્ષિત જગ્યાએ જવાની સલાહ અપાઈ છે. સુરક્ષા કારણોસર લોહેવાલા પુલ પણ બંધ કરાયો છે. 

As a precautionary measure, Railway and traffic movement on Old Railway Bridge has… pic.twitter.com/V9qjGHKLLj

— ANI (@ANI) July 11, 2023

IMD એ જાહેર કર્યું રેડ એલર્ટ
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 24 કલાક માટે હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારો માટે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલના સોલન, શિમલા, સિરમૌર, કુલ્લુ, મંડી, કિન્નૂર, લાહૌલ વિસ્તારો માટે ખુબ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ઉના, હમિરપુર, કાંગરા, ચંબા માટે ઓરેન્જ  એલર્ટ જાહેર કરાયું છે. મંડી, કિન્નૂર, અને લાહૌલ સ્પિતિ માટે પુરની ચેતવણી પણ ઉચ્ચારાઈ છે. 

— ANI Digital (@ani_digital) July 11, 2023

ઉત્તર ભારતમાં અચાનક કેમ આટલો વરસાદ
IMD ના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં અચનક આટલા વરસાદનું કારણ એક સાથે બે વેધર સિસ્ટમ એક્ટિવ થવાનું છે. આઈએમડીએ જણાવ્યું કે ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં ચોમાસુ એક્ટિવ છે. આ સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય છે. આ બંને સિસ્ટમના ઘાતક સંગમના કારણે ઉત્તર ભારતમાં આટલો વરસાદ પડી રહ્યો છે. 

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ હવામાન ખાતાના પ્રમુખ મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું કે ઉત્તર ભારતમાં 2 દિવસથી એક સાથે બે વેધર સિસ્ટમ એક્ટિવ હોવાના કારણે વધુ વરસાદ પડી રહ્યો છે. આ મેળ શનિવારે જમ્મુ કાશ્મીર અને રવિવારે હિમાચલ પ્રદેશની આસપાસ કેન્દ્રીત હતું. બંગળની ખાડી અને અરબ સાગરથી ભેજ મળવાના કારણે આ વિસ્તારોમાં વધુ વરસાદ પડ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news