'70 હજાર આપો અને લઈ જાઓ ડિગ્રી', સુરતમાં નકલી તબીબોની આખી ગેંગ ઝડપાઈ
સુરતના પાંડેસરા પોલીસે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર રાજ્ય વ્યાપી સ્કેમને ઝડપી પાડવામાં આવ્યું છે . આ સ્કેમના મુખ્ય આરોપી રસેસ ગુજરાતી અને બી કે રાવત છે. જેઓ 70 હજાર રૂપિયામાં બોગસ ડિગ્રીઓ લોકોને આપતા હતા.
Trending Photos
ચેતન પટેલ, સુરતઃ ગુજરાતમાં નકલીએ તો જાણે કાળો કેર વર્તાવ્યો છે. નકલીના આ ધંધાએ તો જાણે માજા મુકી છે. હજુ તો અમદાવાદનો ખ્યાતકાંડ શાંત નથી થયો. પૈસા માટે કોઈને પણ ચીરી નાંખનારા અને જરૂર ન હોય તેવા લોકોને સ્ટેન્ટ મુકી દેનારા ખ્યાતિ હોસ્પિટલના કેટલાક આરોપીઓ ઝડપાયા છે. કેટલાક હજુ બહાર ફરી રહ્યા છે. ત્યાં સુરતથી નકલી તબીબોનું એક મોટો રેકેટ ઝડપાયું છે...આ બોગસ તબીબી ન માત્ર લોકોનું આરોગ્ય ચેક કરતાં હતા. પરંતુ આ નકલી ડૉક્ટરી નકલી ડિગ્રી પણ આપતા હતા...ત્યારે જુઓ નકલીના કાળા કારોબારનો આ ખાસ અહેવાલ....
સુરતમાં એવા નરાધમો છે જેઓ નકલીનો કાળો કારોબાર કરી રહ્યા છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ન માત્ર તેઓ ચેડા કરે છે પરંતુ રૂપિયા લઈને બીજા પાસે પણ ચેડા કરાવે છે...રાજ્યવ્યાપી ડૉક્ટરની નકલી ડિગ્રી વેચનારા આ રેકેટનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે....મુખ્ય આરોપી રસેસ ગુજરાતી અને બી.કે.રાવતને પોલીસે દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
પોલીસની તપાસમાં નકલીનો આખો કાળો કારોબાર મળી આવ્યો...પોલીસે રેડ કરી તો 30 કોરા બોગસ સર્ટીફિકેટ, 100 અન્ય સર્ટીફિકેટ, 1200 રજિસ્ટ્રેશન થયેલા તબીબની યાદી મળી આવી....નકલીનો કારોબાર ચલાવનારા આરોપીઓએ BEHM.ગુજરાત નામની વેબસાઈટ ચલાવવામાં આવતી હતી....તબીબોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાતું હતું...પરંતુ રજિસ્ટ્રેશન પહેલા નકલી ડૉક્ટર્સ પાસેથી 70થી 80 હજારની રકમ વસુલાતી હતી...જ્યારે સર્ટીને રિન્યુ કરવા માટે 5થી 10 હજાર પડાવવામાં આવતાં હતા...ઝી 24 કલાકે ઝડપાયેલા કેટલાક બોગસ ડૉક્ટર્સ સાથે વાતચીત કરી તો તેમણે જણાવ્યું કે અમારી પાસે માત્ર ધોરણ 10 કે 12ની ડિગ્રી છે.
કેવી રીતે ચાલતું હતું રેકેટ?
BEHM. GUJARAT નામની વેબસાઈટ ચલાવાતી હતી
તબીબોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાતું હતું
નકલી ડૉક્ટર્સ પાસેથી 70થી 80 હજારની રકમ વસુલાતી હતી
સર્ટીને રિન્યુ કરવા માટે 5થી 10 હજાર પડાવવામાં આવતાં હતા
હવે તમે ઝડપાયેલા આ બોગસ ડૉક્ટર્સના નામ પણ જાણી લો...રસેસ ગુજરાતી, ભુપેન્દ્ર રાવત, ઈરફાન સૈયદ, રાકેશ પટેલ, આમીન ખાન, સમીમ અસારી, સૈયદ બસલ, ઈસ્માઇલ શેખ, તબરીશ સૈયદ, રાહુલ રાઉત, શશીકાંત મહતોઉ, સિદ્ધાર્થ દેવનાથ અને પાર્થ કલીપદનો સમાવેશ થાય છે. નકલી ડૉક્ટરનું આ સ્કેમ 2002થી ચાલી રહ્યું હતું અને પોલીસ ઉંઘતી હતી...જો કે હવે પોલીસે આ રેકેટનો પર્દાફાશ કરી નાંખ્યો છે..
કયા આરોપીઓ ઝડપાયા?
રસેસ ગુજરાતી, ભુપેન્દ્ર રાવત, ઈરફાન સૈયદ
રાકેશ પટેલ, આમીન ખાન, સમીમ અસારી
સૈયદ બસલ, ઈસ્માઇલ શેખ, તબરીશ સૈયદ, રાહુલ રાઉત
શશીકાંત મહતોઉ, સિદ્ધાર્થ દેવનાથ, પાર્થ કલીપદ
સૌથી મોટો સવાલ છે કે હાલ જે આરોપીઓ ઝડપાયા તેમણે અત્યાર સુધી કેટલી બોગસ ડિગ્રીઓ વેચી છે?, કેટલા અભણ લોકોને ડૉક્ટર્સ બનાવ્યા છે?, તે તપાસનો વિષય છે...પોલીસ તમામ બોગસ ડૉક્ટર્સની ક્યારે ધરપકડ કરે છે તે જોવું રહ્યું..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે