દેડકાનું ઝેર પીવાથી આ એક્ટ્રેસનું થયું મોત, આધ્યાત્મિક એકાંતવાસ બની જીવનની અંતિમ સફર
Monkey Frog Venom: દેડકાનું ઝેર પીવાથી એક એક્ટ્રેસનું મોત થયું છે. આ એક્ટ્રેસ પોતાની આધ્યાત્મિક યાત્રા પર હતી. જેમાં હીલર ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ તેમણે એવું પીણું પીધું કે તેનું મૃત્યુ થયું. એક્ટ્રેસના મૃત્યુના સમાચારે બધાને હચમચાવી દીધા છે.
Trending Photos
Actress Dies Consuming Deadly Monkey Frog Venom: એક્ટ્રેસ સાથે જોડાયેલા ચોંકાવનારા સમાચાર છે. મેક્સીન શોર્ટ ફિલ્મ અભિનેત્રી માર્સેલા અલ્કાઝાર રોડ્રિગ્ઝનું અવસાન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક્ટ્રેસ આધ્યાત્મિક એકાંત પર હતી. આ દરમિયાન શુદ્ધિકરણની પ્રક્રિયા દરમિયાન તેમણે મંકી ફ્રોગનું ઝેર પીઈ લીધુ હતું. જેના કારણે તેનું મોત થયું હતું. આ અભિનેત્રીની ઉંમર 33 વર્ષ હોવાનું કહેવાય છે.
સ્પિરિચુઅલ પ્રોગ્રોમમાં લીધો હતો ભાગ
રિપોર્ટ્સ અનુસાર આ એક્ટ્રેસે મેક્સિકોમાં આયોજિત થનારી હીલર ટ્રેનિંગ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે કોમ્બો નામનું પીણું પીધું હતું. આ કોઈ સામાન્ય પીણું નથી. આ પીણું દક્ષિણ આફ્રિકાનું છે, જેમાં દેડકાનું ઝેર હોય છે. જેનો પરંપરાગત રીતે ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે. જો કે, ઘણા દેશોમાં તેના પર પ્રતિબંધ છે.
પીધા બાદ જ હાલત ખરાબ થઈ ગઈ
'ધ મેટ્રો'ના રિપોર્ટ અનુસાર માર્સેલાએ આ ડ્રિંક પીતા જ તેને ઉલ્ટી થવા લાગી હતી. આ સારવારનો એક ભાગ છે જેમાં શરીર સામાન્ય રીતે તેને પીવા પર પ્રતિક્રિયા આપે છે. પહેલા તો તેમણે મદદ લેવાની ના પાડી. પરંતુ જ્યારે તેનો મિત્ર આવ્યો ત્યારે તે સારવાર માટે રાજી થઈ ગઈ. રોડ્રિગ્ઝને તાત્કાલિક રેડક્રોસ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તેનું મોત થયું હતું. માર્સેલા અલ્કાઝાર રોડ્રિગ્ઝના મોત વિશેની માહિતી Mapache films નામના ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ દ્વારા આપવામાં આવી હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
કઈ પ્રજાતિ છે મંકી ફ્રોગ?
દેડકાની ઘણી પ્રજાતિઓ છે. જેમાંથી એક મંકી ફ્રોગ છે. આ દક્ષિણ આફ્રિકામાં જોવા મળે છે. આ દેડકા લીફ અથવા ટ્રી ફ્રોગના વંશજ છે. સામાન્ય રીતે તમે જોયા હશે તે દેડકા પાણીમાં રહેવાનું પસંદ કરે છે. પરંતુ આ મંકી ફ્રોગ ઝાડ પર રહેવાનું પસંદ કરે છે. આ દેડકાની ચામડી પરનો પદાર્થ ઝેરી હોઈ શકે છે. એવું પણ કહેવાય છે કે, આ ચામડીનો પદાર્થો એટલો ઝેરી હોય છે કે તે હેપેટાઇટિસનું કારણ પણ બની શકે છે. આટલું જ નહીં તે ઘણા અંગોને પણ નુકસાન પહોંચાડી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે