ગુજરાતની આ યુનિવર્સિટીમાં લો ફેકલ્ટીના સિલેબસમાં ફેરફાર; રામ મંદિર સહિત આ કેસ ભણાવાશે!
ભારતીય દંડ સંહિતા-1860ની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા બિલ-2023, ફોજદારી કાર્યરીતિ સંહિતા-1898ને બદલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 તથા ભારતીય પુરાવા અધિનિયમ-1872ની જગ્યાએ ભારતીય સાક્ષ્ય વિધેયક-2023 ઉમેરાયા છે.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: વીર નર્મદ યુનિવર્સિટીએ લૉ ફેકલ્ટીના સિલેબસમાં ફેરફાર કર્યો છે, જેમાં ભારતીય દંડ સંહિતા-1860ની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા બિલ-2023, ફોજદારી કાર્યરીતિ સંહિતા-1898ને બદલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 તથા ભારતીય પુરાવા અધિનિયમ-1872ની જગ્યાએ ભારતીય સાક્ષ્ય વિધેયક-2023 ઉમેરાયા છે.
એટલું જ નહીં, અયોધ્યાના રામ મંદિરનો ચૂકાદો, ઇલેક્ટ્રોલ બોન્ડ, એસસી- એસટીની સબ-કેટેગરીમાં અનામત સહિતના સુપ્રીમ કોર્ટના મોટા કેસોનો પણ કેસ સ્ટડીમાં સમાવેશ કરાયો છે.અંગ્રેજોએ ઘડેલા અને બ્રિટિશ સંસદથી પસાર થયેલા ભારતીય દંડ સંહિતા-1860, ફોજદારી કાર્યરીતિ સંહિતા-1898-1973, ઇન્ડિયન એવિડન્સ એક્ટ-1872ને રદ કરી ત્રણ નવા બિલ લવાયા છે. જે૩ નવા કાયદા બ્રિટિશ શાસનને મજબૂત અને સુરક્ષિત કરવા બનાવાયા હતા અને તેનો હેતુ ન્યાય આપવાનો નહીં, પરંતુ સજા કરવાનો હતો.
આ 3 નવા કાયદાઓનો આત્મ બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને અપાયેલા તમામ અધિકારોનું રક્ષણ કરવાનો રહેશે અને તેમનો હેતુ સજા કરવાનો નહીં પરંતુ ન્યાય આપવાનો રહેશે. ખાસ કરીને જો વાત કરીએ તો અયોધ્યાનો છે કે છે તે 500 વર્ષથી ચાલતો આવતો હતો અને તેમાં શરૂઆતમાં પાંચ જજોની કમિટી હતી.
જોકે ત્યારબાદ ત્રણ જજોની કમિટી દ્વારા નિર્ણય આપવામાં આવ્યો હતો આ દરમિયાન કયા કયા મહત્વના મુદ્દાઓ તેમના દ્વારા મેન્શન કરવામાં આવ્યા હતા તે અંગે હવે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવશે કે જેને લઈને વિદ્યાર્થીઓને આવનારા નવા કાયદાઓ વિશે જાણકાર રહે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે